કૃષિ ઘટક:કેશોદ પંથકમાં ખેડૂતોએ કૃષિ ઘટક માટે 17 હજાર અરજી કરી 2 હજાર મંજુર થઈ

કેશોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ માર્ચ મહિના સુધી પ્રક્રિયા ચાલશે, બાદમાં ધરતીપુત્રો નવી અરજી કરી શકશે

સરકાર દ્રારા વિવિધ કૃષિ ઘટકની ખરીદી પર ખેડૂતોને સબસીડી આપવામાં આવતી હોય છે. જેથી આર્થિક રાહત થતી હોય છે. ત્યારે જ કેશોદ પંથકની વાત કરીએ તો ખેડૂતોએ દાતી, ટ્રેકટર, તાડપત્રી, રોટાવેટર, ઓરણી, ઇલેક્ટ્રીક મોટર, પીવીસી લાઈન અને બેરલ, ટબ માટે આશરે 17 હજાર અરજી કરી હતી. જેમાંથી 2 હજારને મંજૂરી મળી ગઈ છે. અન્યને મંજૂરી આપવા માટેની પ્રક્રિયા શરૂ છે. જોકે તેમાં ટબ, બેરલ માટેની 9 હજાર અરજી કેશોદ ખેતીવાડી વિભાગને મળી છે. જેમા હજુ કોઈ મંજૂરી મળી નથી. આગામી સમયમાં પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

કૃષિ પેકેજમાં 90 કરોડની ચુકવણી
આ અંગે વિસ્તરણ અધિકારી-ખેતી ગજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, કૃષિ પેકેજમાં પહેલા તબક્કામાં 13 ગામોનો સમાવેશ કરાયો હતો. જેમાં 4771 ખેડૂતોએ અરજી કરી હતી. તેમને આશરે 80 થી 90 કરોડની રકમ ચૂકવી દેવાઈ છે.

હવે 41 ગામનાં ખેડૂતો બાકી
સરકાર દ્રારા કૃષિ સહાય પેકેજ અંતર્ગત બીજા તબક્કામાં કેશોદના વધુ 41 ગામોનો સમાવેશ કરાયો હતો. જેમની આશરે 13 હજાર અરજી મળી છે. મંજૂરી શરૂ છે ટુક સમયમાં જ ખેડૂતોના ખાતામાં રકમ જમા થવા લાગશે.

અન્ય સમાચારો પણ છે...