હત્યાની કોશીશ:કેશોદમાં 26 દિ' પહેલા પત્નીએ પતિને કુહાડી ઝીંકી 'તી, ઘેર આવ્યા બાદ મોત

કેશોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા એક મહિનાથી જેલના સળિયા પાછળ

કેશોદના ચુનાભઠ્ઠી વિસ્તારમાં 1 મહિના પહેલાં પત્નિએ પતિ પર કુહાડી હથીયાર વડે કરેલાં હિચકારા હુમલાની ઘટનામાં પતિનું મોત નિપજ્યું છે. હાલ આ બનાવ હત્યામાં પલટાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદના સરદારનગરમાં રહેતાં નિવૃત શિક્ષક બિપીનભાઇ પંડ્યા ઉપર 2 અજાણ્યા શખ્સે હુમલો કર્યાંની થીયરી પર પોલીસે તપાસ હાથ ધરી હતી. અંતે પત્નિએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

બાદ પોલીસે હત્યાની કલમ ઉમેરી મહિલા વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજી તરફ ઘાયલ પતિની લાંબો સમય સારવાર ચાલી હતી. દિવાળી પહેલાં તબિયત સુધરતાં ઘરે લાવવામાં આવ્યા હતાં. પરંતુ શુક્રવારે અચાનક તબિયત લથડતાં મોત નિપજ્યું હતું.

આ ઘટનાના પગલે પોલીસે પુજાબેન ઉર્ફે સ્વાતીબેન બિપીનભાઇ પંડ્યા વિરૂદ્ધ હત્યાની કોશીશનો ગુનો નોધ્યો હતો. ત્યારબાદ પતિનું મોત નિપજતાં હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિવૃત શિક્ષકનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...