માંગ:કેશોદમાં સરકારી કચેરીઓ - ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં જ મોબાઈલ નેટવર્ક નથી મળતું

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિજીટલ યુગમાં પણ આ સ્થિતી, તંત્ર દ્વારા હસ્તક્ષેપ કરી નેટવર્ક ઉભું કરવાની માંગ

આજના ડિઝિટિલ યુગમાં જે જગ્યા પર મોબાઈલનું નેટવર્ક ન આવે તે શહેર કે પછી ગ્રામ્ય વિસ્તારનો વિકાસ અસંભવ છે. કેશોદના માંગરોળ રોડ પર આવેલ બાયપાસના ઓવરબ્રીઝ થી પશ્ચિમ તરફ 7 વર્ષથી પ્રાંત અને મામલતદાર કચેરી આવેલી છે. ઉપરાંત વર્ષો થી આઇટીઆઇ, ડીવાયએસપી ઓફિસ, ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે.

એક પણ મોબાઈલ કંપનીનું પુરતુ નેટવર્ક આવતું નથી
તેમ છતાં એક પણ મોબાઈલ કંપનીનું પુરતુ નેટવર્ક આવતું નથી. તેથી સરકારી કચેરીના કર્મીઓ, અરજદારો, વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ નાના મોટા ધંધાર્થીઓ ફોન પર વાત ન થવાથી કે નેટવર્ક ન આવવા થી ઈન્ટરનેટ સબંધી સેવાઓનો લાભ લઈ શકતા નથી. જેને લઈ મુશ્કેલી અનુભવી રહ્યાં છે. આ બાબતે ગ્રાહકોએ નેટવર્ક સેવા સબંધીત કંપનીઓને અનેક વખત ફરિયાદો પણ કરી છે. તેમ છતાં સમસ્યા જેમ ની
તેમ છે.

નેટવર્ક મળે તેવી વ્યવસ્થા ઉભી કરાવવી જોઈએ તેવી માંગ
સીમકાર્ડ ઇસ્યુ કરનાર કંપનીએ પુરતું નેટવર્ક આપવું તે પ્રાથમિક જવાબદારી છે. છતાં પુરતું મોબાઈલ નેટવર્ક મળતું ન હોય તેવા સમયે સરકારી તંત્રએ વિકાસના હેતુ માટે મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડર કંપનીઓ વચ્ચે હસ્તક્ષેપ કરી પુરતું નેટવર્ક મળે તેવી વ્યવસ્થા ઉભી કરાવવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી જરૂરી
મોબાઈલ નેટવર્ક કંપનીઓ જયાં માનવ રહેણાંક છે ત્યાં પુરતું નેટવર્ક ન આવતાં ટાવર ઉભો કરવા મથે છે. જયારે જે જગ્યાએ જરૂરિયાત અને વિકાસની વિપુલ તક છે તેવાં વિસ્તારમાં નેટવર્ક સર્વિસનાં ધાંધિયા છે. જયારે લોકો પાસે નેટવર્ક ન હતું ત્યારે મોબાઈલ ન હતાં તે સમયની જેમ કંપનીએ પાયાની કામગીરી પણ કરવી જોઈએ.

શું કહે છે વેપારી ?
કેશોદના વેપારી કેતનભાઇ હડિયાએ પ્રાંત કચેરી કે મામલતદાર કચેરીએ એક પણ કંપનીનું મોબાઈલ નેટવર્ક ન આવતાં મોબાઇલ ઠપ્પ થઈ જાય છે. તેથી કચેરીમાં વધુ સમય ન રહી કામ કાજ અધુરા છોડી શહેરમાં પરત ફરવું પડે છે.

કામ અટકી પડે છે : કર્મી
કેશોદ ડીવાયએસ કચેરી કમાન્ડો રાજેશભાઈ પાઠકે જણાવ્યું કે કચેરી અધિકારી, કર્મચારીઓ કે મુલાકાતીઓ મોબાઈલ નેટવર્ક ન આવતાં ફોન પર વાત ન થતાં જરૂરી કામગીરી અધુરી રહી જવાથી મુશ્કેલી અનુભવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...