તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કેશોદ શહેરમાં વેરા વધારાની વાંધા અરજી લેવા કોંગ્રેસ લોકોને ઘેર જશે

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં કાર્યકરો મિલકત ધારકોને રૂબરૂ મળશે

કેશોદવાસીઓ જ્યાં સુધી વેરા વધારો પાછો ન ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહે એમ પરોક્ષ રીતે ઇચ્છતા હોય તેમ અત્યાર સુધીમાંં છાવણીને 2100 વાંધા અરજી અપાઇ છે. આગામી દિવસોમાં કોંગ્રેસ આ આંદોલનનેે વધુ ઉગ્ર બનાવવા જેમ બને તેમ વધુને વધુ વાંધા અરજીઓ એકઠી કરશે.

આ માટે કોમર્શિયલ અને રહેણાંક એમ એક-એક કરીને તમામ મિલકત ધારકોને રૂબરૂ મળી તેમની વાંધા અરજીનો સ્વિકાર કરશે. હાલમાં જ્યારે પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસના ભાવ આસમાને છે અને આવક બંધ છે. જેને લઇને મોંઘવારીના સમયે પાલીકાએ કરેલા વેરા વધારાને શહેર પ્રમુખ સમીરભાઇ પાચાણીએ ચિંતાનો વિષય ગણાવ્યો હતો. જાે પાલીકા વેરા વધારો પાછો નહીં ખેંચેે તો આવનાર સમયમાં આંદોલન વધુ ઉગ્ર બને એવા એંધાણ જાેવા મળી રહ્યા છે. }પ્રવિણ કરંગિયા

અન્ય સમાચારો પણ છે...