તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કેશોદમાં વેપારીએ એમઆરપીથી વધુ રૂપિયા લઇ ગ્રાહકને માર માર્યો

કેશોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેશોદમાં ખમણના વેપારીએ ગ્રાહક પાસે દુધની કોથળી પર એમઆરપી કરતાં વધુ રકમ લઇ બાદમાં મારામારી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. નિગમકુમાર અરજણભાઇ ભુતેે તેના 10 વર્ષના પુત્રને અડધો લિટર દૂધની કોથળી લેવા દિલસુખ ખમણવાળાને ત્યાં મોકલ્યો હતો. જ્યાં દુકાનદારે 200-200 મિલીની 2 કોથળી આપી હતી. નિગમકુમારે પુત્રને એ કોથળી પાછી આપવા કહી 500 મિલીની કોથળીજ લાવવા કહ્યું. બાળકે વેપારી પાસે જઇ 500 મિલીની કોથળી માંગતાં વેપારીએ ન કહેવાનું કહેવા સાથે એમઆરપી કરતાં વધુ રૂપિયા આપવા કહ્યું હતું.

બાળકે રડતાં રડતાં આવી પિતાને આ વાત કહી. પિતાએ વેપારી પાસે જઇ વધારાના રૂપિયા ન લેવા કહેતાં વેપારીએ અમે દુધની કોથળીના એમઆરપી કરતાં 1 થી 2 રૂપિયા વધુ વસુલીએ છીએ. જાેઇતું હોય તોજ આવવું કહી નિગમકુમારને લાકડીથી માર માર્યો હતો. વધુમાં ગ્રાહક સુરક્ષામાં જઇશ તો મારી નાખવા ધમકી આપી હતી. આથી ગ્રાહકે પોલીસને જાણ કરતાં પોલીસે વેપારી રાકેશ નારૂભાઇ લાલવાણી અને નારૂભાઇ લાલવાણી વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો