ફરિયાદ:કેશોદમાં શિક્ષકે વેપારીને ભોળવી સ્કીમની લાલચ આપી 10.80 લાખ ચાઉં કરી લીધા

કેશોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુબઈ સ્થિત કંપનીમાં રોકાણ કરવા કહ્યું હતું, કોર્ટના આદેશ બાદ 3 સામે ફરિયાદ

કેશોદમાં રાજેશ ટેલીવિઝનના વ્યવસાય સાથે જોડાયેલા રાજેશકુમાર મનહરલાલ લિયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, કેશોદનાં શિક્ષક રાજેશ ઉકાભાઈ ખાંભલાએ પોતાને વિશ્વાસમાં લઈ એક ખાનગી કંપનીમાં ત્રણ તબક્કામાં કુલ 10 લાખ 80 હજારનું રોકાણ કરાવ્યું હતું જેમાં મોટા વળતરની લાલચ અપાઈ હતી. પરંતુ કંપનીની સિસ્ટમ ખરાબ છે હમણા નાણાં નહીં મળે જો કંપની નહીં આપે તો 1.50 ટકા હું આપી દઈશ એવા વાયદા કર્યા હતા.

પરંતુ નાણાં ન મળતા પોલીસમાં લેખીત ફરિયાદ આપી હતી. જે ન નોંધાઈ હોય એડવોકેટ સુરજ ડી. ચાવડા મારફત કોર્ટમાં ઘા નાંખતા કોર્ટે ફરિયાદ નોંધવાનો હૂકમ કર્યો હતો. આ ફરિયાદમાં સ્કીમ સમજવા ઉષા કાંત ભટ્ટ દ્વારા ફરિયાદી અને આરોપી વચ્ચે ઓળખાણ કરાવી હોય તેમજ રાકેશભાઈ રામાણી, નીલેશભાઈ અઘેરા પણ છેતરપિંડીનો ભોગ બન્યા હોય ત્રણેયને સાહેદ તરીકે જોડાયા છે. અને પુરાવા તરીકે રેકોડીંગ પણ જોડાયું છે. આ ફરિયાદમાં આરોપી તરીકે ચેનલ બનાવી રોકાણ અને છેતરપિંડીમાં મદદગારી કરનાર જૂનાગઢના કિશન બોરખતરીયા, જયેશ પટોળીયા જે હાલ જેલમાં હોય એમના નામો પણ સામેલ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, ત્રણેય આરોપીઓ દ્વારા છેતરપિંડીની ઝાળ બિચાવવા મિટીંગ પણ કરવામાં આવતી હતી. અને ઉંચા વળતરના વાયદા અપાતા હતા.

અન્ય સમાચારો પણ છે...