તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદયાત્રા:કેશોદમાં મેઘરાજાને રીઝવવા વેપારીઓની પદયાત્રા યોજાઇ

કેશોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેશોદના પ્લાસ્ટિક એસોસિએશન, વિશ્વ હિન્દુ પરિષદ, જલારામ મંદિર અને મોબાઇલ એસોસિએશન દ્વારા મેઘરાજાને રીઝવવા સ્વામિનારાયણ મંદિરથી જલારામ મંદિર સુધી ધૂન-ભજન સાથે પદયાત્રા યોજાઇ હતી.

જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભાજપ શહેર પ્રમુખ પ્રવિણભાઇ ભાલાળા, પાલીકા ઉપપ્રમુખ ગાૈરાંગભાઇ વ્યાસ, પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કક્કડ, વિશ્વ હિન્દુ પરિષદના મેહુલભાઈ ગોંડલિયા, કેશોદ મોબાઈલ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદર, ડો. સ્નેહલ તન્ના, દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધાયરા, ડો. ભૂપેન્દ્રભાઈ જોષી સહિતના જોડાયા હતા. આ પદયાત્રા જૂના પ્લોટ, સુતારવાવ ચોક, પટેલ રોડ, શરદ ચોક, આંબાવાડી થઈને જલારામ મંદિર રૂટ પરથી પસાર થઇ હતી.

વરુણદેવને રિઝવવા છાત્રોડાથી સોમનાથ મંદિર સુધી પદયાત્રા
છાત્રોડા ગામથી સવારે 7:30 વાગ્યે પદયાત્રાનું પ્રસ્થાન કર્યું હતું. જેમાં ગીર-સોમનાથ જિલ્લા પ્રમુખ માનસિંગભાઈ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઈ સોલંકી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઈ સોલંકી, મહામંત્રી ગોવિંદભાઈ મેર વગેરે આગેવાનો પગપાળા યાત્રામાં જોડાયા હતા. સર્વે આગેવાનો સરપંચો વિશાળ સંખ્યામાં જોડાઈ સોમનાથ મહાદેવ મંદિરે વરુણદેવને રિજવવા પુજા અર્ચના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...