કાર્યવાહી:કેશોદમાં ઉંચા વ્યાજે નાણાં ધીરનાર શખ્સ પાસા હેઠળ જેલમાં

કેશોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢનાં ગાંધીચોકમાંથી ઝડપી લઇ વડોદરા મોકલી આપ્યો

કેશાેદ ખાતે રહેતાં એક શખ્સ ઉપર જિલ્લા કલેક્ટરે ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાં ધીરાણ કરવા બદલ પાસાનું શસ્ત્ર ઉગામી ધાેરણસર કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સને ક્રાઇમ બ્રાંચેે ઝડપી પાડી વડાેદરા સેન્ટ્રલ જેલ હવાલે કર્યાે હતાે. જિલ્લા પાેલીસ વડાના માર્ગદર્શન હેઠળ કેશાેદ પાેલીસ સ્ટેશન દ્વારા જિલ્લા કલેક્ટરને દરખાસ્ત માેકલવામાં આવી હતી,

જેના આધારે કલેક્ટર દ્વારા કેશાેદમાં રહી ગેરકાયદેસર ઉંચા વ્યાજે નાણાં ધીરનારનાે ધંધાે કરતાં પ્રકાશ ઉર્ફે પકા કારાભાઇ હડિયા વિરૂધ્ધ પાસાનુું વાેરંટ ઇસ્યું કરવામાં આવ્યું હતું. તેથી બાતમી આધારે આ શખ્સને જૂનાગઢ ક્રાઇમ બ્રાંચ દ્વારા જૂનાગઢનાં ગાંધીચાેકમાંથી ઝડપી લઇ તેને વડાેદરા સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...