કેશોદ શહેર અને આસપાસના વિસ્તારમાં એસટી, આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા સીઓ ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ચેકીંગ કાર્યવાહીમાં 6 વાહન ડીટેઇન કરાયાં હતા. જયારે 5 હજાર કરતાં વધુનો દંડ વસુલવામાં આવ્યો હતો. એવા સમયે શહેરમાં આડેધડ પાર્ક કરવામાં આવતાં ફોર વ્હીલ જેવા વાહનો કે જેના ડ્રાઇવર હાજર ન હોય તેને લોક કરી દેવાયાં હતા.
જ્યારે હાજર હોય તેવા ડ્રાઇવર પાસેથી સ્થળ પર જ દંડ વસુલાયો હતો. આ કામગીરીમાં એસ.ટી સ્ટાફ, ટ્રાફિક પોલીસ, કેશોદ પોલીસ સ્ટેશન મહિલા પીએસઆઇ કે. જે. જલવાણી, એએસઆઈ બી. ડી. ખાંભલા, ટીઆરબી જવાન ભરતભાઇ હડિયા, પ્રકાશભાઈ કરમટા, રાજેશભાઈ ચાવડા રોકાયાં હતો જ્યારે ચેકીંગ સમયે માંગરોળ રોડ પર એકસ એમએલએ લખેલી જીજે 03 કેએચ 9920 નંબરની કાર પાર્ક કરેલી જોવા મળતાં તેને લોક કરી દેવાઇ હતી. જયારે પોલીસ આવી ત્યારે દંડ ની રકમ વસુલી જવા દીધા હતાં. ત્યાં સુધી કારમાં પરીવાર કે મુસાફરો પોલીસની રાહ જોઈ બેસી રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.