તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેચાણ પદ્ધતી બદલાઈ:કેશોદમાં રોજ 15 થી 20 ટન તરબુચનું થાય છે વેચાણ, ખેડૂતો જાતે જ વેચે છે

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાન કે ભાડાની જગ્યા અનુકૂળ ન હોય ત્યાં વાહનો ઊભા રાખી વેચાણ શરૂ કર્યું

કેશોદ અને આસપાસના તાલુકાઓમાં મોટાપાયે તરબુચનું ઉત્પાદન થતાં શહેરમાં રોજના 15 થી 20 ટન તરબુચ ઠલવાય છે. તેનું દિવસ દરમિયાન સારું એવું વેચાણ પણ થાય છે. ખેડુતોએ કોરોના મહામારી વચ્ચે પોતાની જણસનું વેચાણ કરવાની પદ્ધતી બદલવાની ફરજ પડી છે.

ચાલુ વર્ષે ખેડુતોએ પોતાના વાહનોમાં તરબુચ ભરી નજીકના શહેરોમાં અનુકૂળ જગ્યાએ વાહન ઉભું રાખી જાતેજ છુટક વેચાણ કરવાનું શરૂ કર્યું છે. આથી તેમને યાર્ડના દલાલો કે વચેટિયાઓ છેતરી નથી શકતા. અને નફો પણ વધ્યો છે. આમ પણ આ વર્ષે ગરમી અને કોરોના મહામારીના કારણે લોકોમાં તરબુચની માંગ વધી છે. જેના કારણે વેચાણ ઝડપથી થાય છે.

પરંતુ જે ખેડુતેા તરબુચનું હોલસેલ વેચાણ કરતા હતા તેઓ કોરોનાને લીધે મોટા શહેરોમાં નિકાસ નથી કરી શકતા. વળી તેમની પાસે માણસોની પણ વ્યવસ્થા ન હોઇ છુટક વેચાણ ન કરી શકતાં તેમના તરબુચ જેમના તેમ પડયા રહે છે. અને ગરમીના કારણે બગડી જાય છે. આવા ખેડુતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.

આ વખતે નુકસાની
કેશોદમાં 35 કિમી દુરથી ટ્રેક્ટર લઇ તરબુચ વેચવા આવેલા મેંદરડા તાલુકાના ચીરોડા ગામના વિપુલભાઇ કાછડિયાએ જણાવ્યું કે, ગત વર્ષે 5 વિઘામાં 25,000 જ્યારે આ વર્ષે 10 વિઘામાં 47000 ની જ કમાણી થઇ. માણસોની વ્યવસ્થા ન થતાં ગરમીના કારણે તરબુચ બગડી ગયા.

અન્ય સમાચારો પણ છે...