તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કેશાેદમાં માેટા ગજાના વેપારી કાેરાેના સામે ઝૂક્યા, શહેરમાં માતમ છવાયું

કેશાેદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અન્નક્ષેત્રના સહારે 40 દિવસ ભુખ્યા લાેકાેની ભુખ ભાંગી

કેશાેદ પંથકમાં કાેરાેના મહામારીના સમયે શહેર તેમજ ગામડાઓમાં અનેક લાેકાેએ કાેરાેના વાેરિયર્સ તરીકે પાેતે માનવ ધર્મની ફરજાે બજાવી હતી. આવા લાેકાેએ પ્રથમ તબક્કાના લાેકડાઉનમાં ચકલું પણ ન ફરકે તેવા સમયે જરૂરિયાતમંદ લાેકાે ભુખ્યા ન રહી જાય તે માટે જીવના જાેખમે જરૂરિયાતમંદાેેેને ખવડાવ્યું હતું.

પરંતુ જેમ જેમ લાેકડાઉન હળવું બનતું ગયું તેમ તેમ કાેરાેના ચેપગ્રસ્તની સંખ્યા વધતી જતી હતી ત્યારે દુર્ભાગ્યવશ અમુક લાેકાે કાેરાેના સામે હારી ગયાંં હતાં જેમાંના કેશાેદ શહેરના એક પ્રતિષ્ઠિત વેપારી અને દાનવીર રમેશભાઇ હીરાભાઇ પાનદેવેે મારૂતિ અન્નક્ષેત્રમાં 40 દિવસ સેવા બજાવી અને જરૂરિયાતમંદ લાેકાે સુધી તૈયાર રસાેઇ પહાેંચાડી હતી અને લાેકાેના પેટની ભુખ મીટાવી હતી પરંતુ તેઓ ખુદ કાેરાેની ઝપટમાં આવી ગયા હતાં.

સામાન્ય લક્ષણાે બાદ એમડી ડાેકટરની તપાસમાં 50 ટકા ચેપ લાગ્યાેે હાેવાનું બહાર આવ્યું હતું. એટલે કેશાેદની કાેવીડ હાેસ્પિટલમાં 2 દિવસ જયારે રાજકાેટની હાેસ્પિટલમાં 24 દિવસ સારવાર હેઠળ રહ્યાં હતા. છતાં સારવાર કારગત ન નિવડતાં હાર સ્વિકારી માેતને ભેટ્યા હતાં આ ઘટના ના પગલે તેમના પરીવાર અને શહેરમાં માતમ છવાયું હતું જે સ્વિકારવું જ રહ્યું પણ દાત્તારી અને વ્યવસાયી સફળ વ્યક્તિત્વની છાપ રહી ગઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો