શ્વાનને તાત્કાલીક પકડવા માંગ:કેશાેદમાં હડકવાગ્રસ્ત શ્વાને 2 વર્ષના બાળક સહિત 12 લોકોને બચકાં ભર્યા

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીએચસીમાં હડકવા વિરાેધી રસી ન હોઇ તમામને જૂનાગઢ ખસેડાયા

કેશોદના ગંગનાથપરામાં શ્વાનને હડકવા ઉપડતાં 12 લોકોને બચકાં ભર્યા હતા. પણ સીએચસીમાં હડકવાની રસી ન હોઇ તમામને જૂનાગઢ ખસેડાયા હતા. કેશોદમાં હડકવાગ્રસ્ત શ્વાને 2 વર્ષના બાળક સહિત 12 ઇજા કરતાં તમામને સીએચસીમાં ખસેડાયા હતા. જ્યાં હડકવા વિરોધી રસી ન હોવાથી પ્રાથમીક સારવાર આપી જૂનાગઢ રીફર કરાયા હતા.

આ ઘટનામાં 2 વર્ષના બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાળકને બચાવવા જતાં લોકો પણ શ્વાનનો ભોગ બન્યા હતા. તંત્રની બેદરકારી સામે સ્થાનીક લોકોએ એકઠાં થઇ શ્વાનને તાત્કાલીક પકડવા માંગ કરી હતી. ઘટનાસ્થળ નજીકની સોસાયટીમાં ડરનો માહોલ જાેવા મળ્યો હતો. લોકો લાકડી લઇને ફરતાં નજરે ચઢ્યા હતા. કેશોદમાં શ્વાન દ્વારા અગાઉ પણ અનેક લોકોને કરડવાની ફરિયાદો ઉઠી છે. પણ કોઇજ કાર્યવાહી નથી થઇ.

અન્ય સમાચારો પણ છે...