કેશોદના કણેરી ગામે એક યુવકે પીધેલી હાલતમાં ધમાલ મચાવી હતી. અને એક મકાનના ડેલા પર પથ્થરો ફેંક્યા હતા. એ સમયે આ મકાનમાં રહેતા વ્યકિત વાડીએ ગયા હોય અને મહિલા જ ઘરે હાજર હોય જેથી તે ડરી ગયા હતા અને 100 નંબરમાં ફોન કરી પોલીસની મદદ માંગી હતી.
પરંતુ કોઈ આવ્યું ન હતું ત્યારે મહિલાએ કોંગ્રેસના જિ.પં. સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણીને વાત કરી પોલીસને બોલાવી હતી. ત્યાં સુધી એકલી મહિલા ફફડતી રહી હતી. અને પોલીસ આવી પહોંચતાં તોફાન કરનાર યુવકને લઈ ગઈ હતી. આ ઘટના બાદ મહિલાએ આપવીતી સમાજના આગેવાનો સમક્ષ રજૂ કરી હતી અને કહ્યું હતું કે દિવસે ને દિવસે ગામમાં દારૂ પી તોફાન કરતાં તત્વોનો ત્રાસ વધતો જાય છે જેથી પોલીસ કડક કાર્યવાહી કરે એવી માંગ ઉઠવા પામી છે.
શું કહે છે પોલીસ ઈન્સ્પેક્ટર ?
કેશોદ પોલીસ સ્ટેશન પીઆઇ બી. બી. કોલીએ જણાવ્યું કે તે ઘટનામાં પોલીસ 2 વખત જીપ અને બાઈક સાથે પહોંચી આરોપીને પકડી લાવી હતી અને તેના વિરૂદ્ધ પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી. ગામલોકો આવી કોઈ ઘટનાને લઈ રજૂઆત કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
શું કહે છે ગ્રામજનો ?
કણેરી ગામના ભરતભાઈ લક્ષ્મીદાસ અમૃતિયાએ કહ્યું હતું કે, રાત્રીના સમયે અમુક લોકો પિધેલી હાલતમાં ધમાલ કરે છે અને ગામના જ એક યુવક સાથે ધમાલ થઈ હોય જેથી યુવકને જ 14 દિવસની જેલ પણ ભોગવવી પડી હતી.
બાઈક પણ બેફામ ચલાવાઈ છે : મહિલા
કણેરી ગામના કુંદનબેન રમણીકભાઈ ઘોડાસરાએ કહ્યું હતું કે, રાત્રીના સમયે દારૂ પિધેલા શખ્સો અનેક લોકો સાથે ઝઘડા કરે છે અને બેફામ બાઈક ચલાવે છે. મારા ડેલા પર પથ્થર મારો કર્યો ત્યારે 2 કલાક કેમ કાઢી એ તો હું જ જાણું છું. ગ્રામજનો એક થઈ દારૂ બંધ કરાવે એવી માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.