તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ઇસરામાં ધુળેટીએ ધુણેશ્વરદાદાના દર્શન ખુલ્લા, પણ મેળો મુલ્તવી

કેશોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મનોરંજન, ખાણીપીણીના સ્ટોલ રાખવા પર પ્રતિબંધ

કેશોદના ઇસરા ગામે દર વર્ષે ધુળેટીના દિવસે ધુણેશ્વરબાપાના સાનિધ્યમાં મેળો યોજાય છેે. આ મેળામાં અંદાજે 1 લાખથી વધુ ભાવીકો ઉમટી પડે છે. મેળામાં ઉભા કરાયેલા સ્ટોલમાંથી ખરીદી, ખાણીપીણી અને મનોરંજનના સાધનોમાં બેસી લોકો મજા માણે છે.

આ વર્ષે કોરોનાને લીધે સરકાર દ્વારા લગાવવામાં આવેલાં નિયંત્રણોને ધ્યાને રાખી મેળો બંધ રખાયો છે. જેથી ખાણીપીણીના સ્ટોલ તેમજ મનોરંજનના સાધનો રાખવા મનાઇ ફરમાવાઇ છે. આથી અનેક લોકોની રોજીરોટી છિનવાશે. જ્યારે આ તહેવારનું અનેરૂં મહત્વ હોઇ લોકોની આસ્થાને ધ્યાને રાખી નિયમીત રીતે દાદાના દર્શન તેમજ નૈવેદ્ય ધરાવવા જેવા કાર્યક્રમો યોજાશે. પણ મેળાનું આયોજન બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો