છેતરપીંડી:ઓનલાઈન ફ્રોડમાં SOGએ વેપારીને રકમ પરત અપાવી

કેશોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેશોદ : આંબાવાડી વિસ્તારના 1 વેપારી સાથે કપડા ખરીદવા વખતે થઇ 'તી છેતરપીંડી
  • પેન્ટ ખરીદી માટે 31,675નું ટ્રાન્ઝેકશન કર્યું’તું, એસઓજીએ બેંક મેનેજરનો સંપર્ક કરી રકમ પરત અપાવી

કેશોદ આંબાવાડી વિસ્તારના એક વેપારીએ કપડા ખરીદવા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતાં તેમની સાથે 31675 જેવી રકમની છેંતરપીંડી થઈ હતી. વેપારીની ફરીયાદ બાદ તપાસના અંતે જિલ્લા એસઓજી ટીમે હરિયાણા બેંક મેનેજરને સંપર્ક કરી વેપારીને ફ્રોડની રકમ પરત અપાવી હતી. પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદના આંબાવાડી વિસ્તારમાં કાપડનો વેપાર કરતાં સંજયભાઈ જસમતભાઇ કાલરિયાએ વોટ્સએપ પર વિનાયક ટ્રેડર્સના નામે મળેલ ફોટા આધારે પેન્ટ માટે ઓર્ડર કર્યો હતો. જેનું 31675 જેવી રકમનું ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું.

આ ઓર્ડરના 5 દિવસ બાદ એક પાર્સલ આવ્યું હતું જેમાં જીએસટી વગરનું બિલ હતું અને ઓર્ડર ન કરવા છતાં શર્ટ આવ્યાં હતાં. જે બોગસ હોવાનું જણાતાં સામેવાળા વેપારીને ફોન કરી જાણ કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમની સાથે વાત ન થતાં છેતરાયા હોવાની શંકા જતાં વેપારીએ કેશોદ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ જિલ્લા ક્રાઇમ બ્રાંચની એસઓજીની ટીમે હાથ ધરી હતી. જેમાં હરિયાણા બેંકની વિગત મળતાં ત્યાંના બેંક મેનેજરનો સંપર્ક કરી વેપારીને આ રકમ પરત અપાવવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...