કેશોદના અખોદડ ગામે પીજીવીસીએલ કચેરીની રૂરલ 2 વિભાગને લાંબા સમયની રજૂઆત કરવા છતાં વારંવાર વીજ પ્રવાહ જતો રહે છે તેમજ વીજ પ્રવાહ ઓછો મળી રહ્યો છે. અને કેબલ નબળો હોય અકસ્માત સર્જાવાની ભિતી સેવાઈ રહે છે ત્યારે નાયબ ઈજનેરને આવેદન આપી રજૂઆત કરાઈ હતી.
જેજીવાય ટીટોળી ફીડરમાં આવતો હિમારા બાપા મંદિર થી ગ્રામ પંચાયત સુધીનો હાર્મર કેબલ નબળો પડી ગયો છે. આ કેબલ વારંવાર તુટી જતો હોવાથી વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. વીજ પ્રવાહ વધતાં ઓછો થાય છે તેમજ નબળા કેબલના કારણે અકસ્માત સર્જાવા ભીંતી સેવાઈ રહી છે.
આ અંગે અનેક રજૂઆતો છતાં કેબલ બદલવામાં આવતો નથી તેથી આ કેબલને તાત્કાલીક ધોરણે બદલવામાં આવે તેવી લેખિત અને મૌખિક માંગ કરી હતી. આવેદન સમયે સરપંચ દેવાણંદભાઈ, રાહુલભાઈ જાદવ તેમજ મોટી સંખ્યામાં વણકરવાસ વિસ્તારના લોકો જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.