પોલિટીકલ:સંક્રમણ કાબુમાં રહેશે તો તબક્કાવાર શિક્ષણ કાર્ય શરૂ કરાશે : શિક્ષણમંત્રી

કેશોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદના વોર્ડ નંબર 7 ના શક્તિ કેન્દ્ર બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું વકતવ્ય

કેશોદના વેરાવળ રોડ પર વોર્ડ નં. 7 ના ભાજપ કાર્યકરોની શક્તિ કેન્દ્ર સંગઠનની બેઠક મળી હતી. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. આ તમે તેમણે જણાવ્યું હતું કે, પક્ષનુું સંગઠન મજબુત બને, નાના કાર્યકરો સુધી પહોંચી શકાય તેમજ સત્તા સ્થાને કેન્દ્ર કે રાજ્યની નાની-મોટી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એવો છે. 20 મિનીટની આ બેઠકમાં કાર્યકર્તાઓએ શાંતિ ન જાળવતાં મંત્રીએ એવી ટકોર કરી હતી કે, જ્યારે પક્ષ સત્તા પર ન હતો ત્યારે સંગઠન મજબૂત બનાવવા મુશ્કેલીની પળોમાં 12 કલાક સુધી અમે મિટીંગ કરતા.

જેમાં 1 મિનીટનું મોડું થયું હોય તો ન ચાલે. અને તોજ સંગઠન મજબુત બનેે. તેમણે જાે સંક્રમણ કાબુમાં રહેશે તો રાબેતા મુજબ શિક્ષણ કાર્ય ચાલુ કરવા જણાવ્યું હતું. પણ વાલીઓના ફી મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું. બેઠકમાં જીલ્લા પ્રભારી ધવલભાઈ દવે, વિનુભાઈ કથીરિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, લાભુબેન પીપલિયા, ગૌરાંગભાઈ વ્યાસ, પ્રવીણભાઈ ભાલાળા, મહામંત્રી જતીનભાઈ સોઢા, પ્રફૂલભાઈ પંડ્યા, શહેર પ્રભારી ડો. રાવીનાબેન મેઘનાથી, યુવા મોરચાના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...