ઓમિક્રોનનો ભય:સરકાર... ! હવે તો કેશોદની 75 બેડની સવલત ધરાવતી હોસ્પિટલ શરૂ કરો

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધુરા કામથી લોકાર્પણ ન થતું હોવાની ચર્ચા, ગ્રામ્ય વિસ્તારના લોકો સારવાર માટે દૂર સુધી જવા મજબુર

કેશોદ અને આસપાસના તાલુકાના દર્દીઓને સુવિધાજનક સારવાર મળી રહે અને ખુબ દુર જવું ન પડે તે માટે કેશોદ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની જગ્યા પર 75 બેડની અત્યાધુનિક સબ ડ્રિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તૈયાર થઇ ચુંકી છે. હવે જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ત્રીજા વેવ તરીકે ઓમીક્રોન વાઇરસના સંક્રમણની ભીતી સેવાઈ રહી છે. ત્યારે પુર્વ તૈયારીના ભાગરૂપે સરકાર આ ગવર્મેન્ટ હોસ્પિટલને ઝડપથી શરૂ કરે તેવી લોક માંગ ઉઠી છે. આ હોસ્પિટલ શરૂ થાય તે પહેલાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થઇ ચુંક્યું છે.

પરંતુ અધુરા કામના લીધે હોસ્પિટલનું લોકાર્પણ 3 મહિનાથી પાછું ઠેલાઇ રહ્યું છે. આ હોસ્પિટલ શરૂ થતાં દર્દીઓને સર્જન, એમ.ડી. ફિઝિશ્યન, પીડિયાટ્રીક, ગાયનેક, દાંતના ડોક્ટર, ફાર્માસિસ્ટ, નર્સીંગ સ્ટાફ સહિત 105 કર્મચારીઓની સેવાનો લાભ મળશેે. ઉપરાંત દાખલ થનાર દર્દીના રોગનું પરીક્ષણ કરવા લેબોરેટરી અને જરૂર પડે તો પુરતાં પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજન પ્લાન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે, તેમજ લાઇટ માટે જનરેટર, પાણી સહિતની સુવિધાઓ મળી રહેશે. જ્યારે હોસ્પિટલના લોકાર્પણને લઈને વ્યાપારી વિકાસ મહામંડળે પણ રજૂઆત કરી છે.

હોસ્પિટલમાં ક્યાં-ક્યાં વિભાગોનો થાય છે સમાવેશ
હોસ્પિટલનું ગ્રાઉન્ડ ફ્લોર અને 2 માળ સહિત 4170 સ્કવેર મીટર બાંધકામ છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં અધિક્ષક, આરએમઓની ઓફીસ, એકસ રે, ઓપરેશન, ઓબ્ઝર્વેશન વોર્ડ, ડ્રેસીંગ, ટ્રોમા, દવાબારી, ગાયનેક વિભાગ પ્રથમ માળે વીવીઆઇપી રૂમ, સ્પેશ્યલ રૂમ, ફીઝિયોથેરાપી, આઇસીટીસી, એનઆઇસીયુ, પીએનસી, ટીબી, આઇસોલેશન, ઓપરેશન જેવા વિભાગો તેમજ ઓપીડી, આઇસીયું વાેર્ડ મેલ અને ફિમેલ વોર્ડ, આરટીપીસીઆર લેબોરેટરી, દાંતનો વિભાગ, આઇસીયુું વિભાગ, ઇમરજન્સી વિભાગની સુવિધા ઉભી કરાઈ છે.

105નો સ્ટાફ રહેશે...
અધિક્ષક, નીવાસી તબીબી અધિક્ષક, સર્જન, પીડિયાટ્રિક, ગાયનેક, દાંતના ડાેક્ટર, એનેસ્થેટિક, મેડીકલ ઓફીસર, આરએમઓ એક્સ રે, લેબોરેટરી, ફાર્માસિસ્ટ, વર્ગ 3 અને 4 એમ મળી કુલ 105 કર્મીનો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...