ખાડાઓની હારમાળા:ડોળાસાથી બોડીદર ગામને જોડતો રસ્તે ગોઠણડુબ પાણી

ડોળાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોડીનાર તાલુકાના ડોળાસા અને ગીરગઢડા તાલુકાના બોડીદર ગામને જોડતા ત્રણ કીમીનો રોડ હાલ ભંગાર અવસ્થામાં મુકાયો છે. જેમાં એક-એક ફૂટ વરાસાદી પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. જેમાં ખાડાની હારમાળા જોવા મળી રહી છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો બીજો ગેર પણ બદલી સકતા નથી.

ડોળાસા અને બોડીદર ગામ વચ્ચેના માત્ર ત્રણ કી.મી.ના અંતર રહેલુ છે. જે પૈકીનો ડોળાસા ગામની હદનો દોઢ કી.મી.નો રોડ ત્રણ વર્ષથી અત્યંત ખરાબ અવસ્થામાં છે. પણ તેને મરામત કરવાની તસ્દી લેવામાં આવી નથી. આ રોડ પરથી સોનપરા, ઝાંઝરિયા, આલીદર, હરમાડિય, વેલાકોટ, ભિયાળ સહિતના ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...