તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સરકારના સારા કાર્યોને હૃદયપૂર્વક આવકારવાં જોઇએ : આપ ઉપપ્રમુખ

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદ આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ બન્યા આવાસ યોજનાના પ્રથમ લાભાર્થી
  • કેશોદમાં આવાસ યોજના માટે ઇ- કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો

સરકારના સારા કાર્યોને લોકોએ હૃદયપૂર્વક આવકારવાં જોઇએ. ગુજરાત સરકાર અને કેશોદ નગરપાલીકાના સભ્યોને મને આવાસ યોજનાનો લાભ મળવા બદલ આભાર. એમ કેશોદ આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ મહેશ મકવાણાએ જણાવ્યું છે. કેશોદ નગરપાલીકા દ્વારા પાનદેવ લેઉવા પટેલ સમાજ ખાતે આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વર્ચ્યુઅલ ઇ કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનું આયોજન કરાયું હતુું. આ કાર્યક્રમને ગાંધીનગર ખાતેથી ઓનલાઇન પ્રસારિત કરાયો હતો. આ કાર્યક્રમમાં શહેરી ગૃહ નિર્માણ અધ્યક્ષ યોગેશભાઇ પટેલ અને કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ હાજર રહ્યા હતા.

કાર્યક્રમને નિહાળવા કેશોદ પાલીકાએ પણ એક સભાનું આયાેજન કર્યું હતું. જેમાં ચીફ ઓફીસર પાર્થિવ પરમાર, પાલીકા પ્રમુખ લાભુબેન પીપલિયા, ઉપપ્રમુખ ગૌરાંગભાઇ વ્યાસ, પ્રવિણભાઇ ભાલાળા, જતિનભાઇ સોઢા, પ્રફૂલભાઇ પંડ્યા સહિત પાલીકા હોદ્દેદારો, સભ્યો તેમજ સંભવિત લાભાર્થીઓ રહ્યા હાજર હતા. ગુજરાત હાઉસીંગ બોર્ડના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવાયેલા ઇડબલ્યુએસ 1 સ્કીમ હેઠળ 28.5 ચોરસ મીટરની જગ્યામાં 32 લાભાર્થીઓ માટે 1-બીએચકે બ્લોક તૈયાર થતાં તેઓ આ ડ્રો હતો.

આ કાર્યક્રમમાં સંભવિત 79 અરજદારોમાંથી 32 લાભાર્થીના નામની જાહેરાત કરાઇ હતી. જેમાં સૌપ્રથમ આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ મહેશભાઇ મકવાણાનું લાભાર્થી તરીકે નામ જાહેર કરાયું હતું. આથી આવાસ યોજના હેઠળ બ્લોક મળવા બાબતે તેનો ઓનલાઇન અભિપ્રાય પણ લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...