તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:કેશોદ શહેરની યુવતીને વેઇટ લીફટીંગ સ્પર્ધામાં ગાેલ્ડ મેડલ

કેશોદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સબ જુનીયરમાં ડેડલીફટમાં સિલેક્શન થતાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

કેશાેદના અજાબ ગામની યુવતીએ રાજકાેટ ખાતે યાેજાયેલી વેઇટ લીફટીંગ સ્પર્ધામાં ભાગ લઇ ગાેલ્ડ મેડલ પ્રાપ્ત કર્યાે હતાે. હવે તેણી ડેડલીફ્ટ કેટેગરીમાં સિલેક્ટ થતાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. સરકાર દ્વારા યુવક અને યુવતીઓ શારિરીક સક્ષમ બને તે માટે યાેગ, આસનાે, રમત ગમત, દાેડ, સંગિત જેવી જુદી સ્પર્ધાઓ યાેજવામાં આવે છે. જેમાંથી પ્રેરણા લઇ અજાબ ગામના નિવૃત મિલ્ટ્રીમેન દિનેશભાઇ મક્કાની પુત્રી વંદનાબેને રાજકાેટની આર.આર.ક્લબ ખાતે પાવર લીફટીંગ સ્પાેર્ટસ એસાેસિએશન દ્વારા યાેજાયેલી વેઇટ લીફટીંગ સ્પર્ધાના સબ જુનીયર વિભાગમાં ડેડલીફ્ટ કેટેગરીમાં ભાગ લીધાે હતાે.

આ સ્પર્ધામાં યુવક અને યુવતીઓ સહિત 200 સ્પર્ધકાે હતાં. સબ જુનીયર વિભાગના ડેડલીફ્ટ કેટેગરીમાં 65 કીલાે વજન ઉંચકી ગાેલ્ડ મેડલ પ્રાપ્ત કર્યાે હતાે. હવે તેણી રાજ્યકક્ષાએ યાેજાતી વેઇટ લીફટીંગ સ્પર્ધામાં ભાગ લેશે. તેણીને સફળતાં મળતાં મિત્રાે, સગા સબંધીઓ તેમજ ગ્રામજનાેએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો