તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉગ્ર માંગ:કેશોદ, વંથલી, મેંદરડાના ખેડૂતોને સૌની યોજના હેઠળ પાણી આપો

કેશોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેશોદ, વંથલી, મેંદરડા તાલુકાના 20 ગામના સરપંચો સરકારની સૌની યોજનાનું પાણી રાતડા અને સાંબલી ડેમ સુધી પહોંચેે તેવી રીતે કનેક્શન આપવા માંગ કરી છે. જે અંગે ગ્રામપંચાયત લેટરપેડ ઉપર લેખિત માંગ કરતું ડે કલેક્ટરને આવેદન આપ્યું હતું.

મળતી વિગતો મુજબ સૌની યોજનાની કામગીરી ચાલું છે. અને આ પાણી મેંદરડાની મધુવંતી નદીમાં ઠલવાશે તે માટે કનેક્શન વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આજ વિસ્તારની સાંબલી નદી બિલકુલ અલગ છે. આ નદી પર રાતડા અને સાંબલી ડેમ આવેલો છે. તેમ છતાં સૌની યોજનાનું કનેક્શન આપવામાં આવ્યું નથી. આ નદી પર આવેલ રાતડા ડેમ હેઠળ મેંદરડા તાલુકાના રાજાવડ, આંબલા, રાજેશર અને અરણીયાળા ગામ આવેલાં છે. જ્યારે સાંબલી ડેમ હેઠળ પ્રાંસલી, નોજણવાવ, સાંગરસોલા, ચીત્રી, ધ્રાબાવડ, અને વંથલી તાલુકાના ખોરાશા, લુશાળા, ખુંબડી એમ કુલ 20 ગામો આવેલાં છે. સાંબલી નદી ટુંકી હોય પાણીનો જથ્થો વધુ મળતો નથી જો સૌની યાેજનાનું પાણી મળે તો આ તમામ 20 ગામોને સિંચાઇનો લાભ મળે તેમ છે. સૌની યોજના હેઠળ પાણી નહી મળે તો ઉગ્ર આંદોલન કરવા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે

અન્ય સમાચારો પણ છે...