તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વેરાવળ-બાંદ્રા ટ્રેનને કેશોદ સ્ટેશને 2 મિનીટનો સ્ટોપ આપો

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેપારી વિકાસ મહામંડળની મુંબઇ જનરલ મેનેજરને રજૂઆત

કેશોદથી પસાર થતી વેરાવળ-બાન્દ્રા રૂટની 09217-18 ટ્રેનને 2 મિનીટ સ્ટોપ આપવાં કેશોદ વ્યાપારી વિકાસ મહામંડળેે મુંબઇ જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરી છે. વેપારી સંગઠને આ પત્રમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, વેરાવળથી જૂનાગઢનું અંતર 95 કિમી થાય છે. એ દરમિયાન આ ટ્રેનને એકપણ સ્ટોપ આપવામાં આવ્યો નથી. જાે કોઇ મુસાફર આ ટ્રેનમાં મુસાફરી કરવા માંગતો હોય તો 45 કિમી દૂર જૂનાગઢ કે 50 કિમી દૂર વેરાવળ જવું પડે છે. આથી મુસાફરી કરવા તેણે બીજો રસ્તો અપનાવવો પડે છે.

ભૌગોલિક દ્રષ્ટિએ આ સ્ટેશન 5 તાલુકાના 100 ગામડાઓના મુસાફરો સાથે સીધુું સંપર્કમાં છે. સૌરાષ્ટ્રના તમામ રેલ્વે સ્ટેશનની સરખામણીએ સૌથી વધુ આવક કેશોદની છે. જ્યારે જૂનાગઢ, પોરબંદર તેમજ ગિર સોમનાથ જીલ્લાના તાલુકાઓની સરખામણીએ કેશોદ સીંગદાણા, છકડો રીક્ષા, ફર્નીચરનો ઉદ્યાેગ ધરાવતું હોઇ તેના માર્કેટનો મોટો વ્યાપ ધરાવે છે. આથી લાંબા અંતરની મુસાફરી કરનારા લોકોની સંખ્યા પણ સૌથી વધુ હોય છે. આથી વેરાવળ-બાંદ્રાને કેશોદ રેલ્વે સ્ટેશને 2 મિનીટનો સ્ટોપ આપવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...