સામાન્ય સભા:કેશોદ પાલિકામાં જનરલ બોર્ડ, 68 કરોડનાં કામો મંજૂર કરાયા

કેશોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરાવસુલાતને પ્રોત્સાહક બનાવી વળતર યોજના લાગુ કરવામાં આવી

કેશોદ પાલિકાના સભાખંડમાં પ્રમુખ લાભુબેન પીપલિયાનાં અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં કુલ 36 સભ્યોમાંથી 10 ગેરહાજર રહ્યાં હતાં. જયારે કોંગ્રેસના 1 સભ્ય હાજરી પુરાવી જતાં રહ્યાં હતાં આમ ભાજપના 25 સભ્યોની હાજરી વચ્ચે તમામ મુદાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

જેમાં ગત સામાન્ય સભાને બહાલી, નાણાકિય વર્ષ 22-23 ના બજેટને મંજૂરી, પુરાંતલક્ષી 68 કરોડના વિકાસલક્ષી કામોને બહાલી, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વેરા વસુલાતને પ્રોત્સાહક બનાવવા વળતર યોજના લાગું બાબત, કમિટી સમિતીની મીટીંગને બહાલી, જુદી જુદી શાખાના રિપોર્ટ વંચાણે લઇ આગળ કરવાની થતી કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં 10 ગેરહાજર પૈકી 9 સદસ્યોએ રજા રિપોર્ટ રજુ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...