તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:મહામારીના સમયમાં સંપૂર્ણ વેરા માફ કરવા જોઇએ : કોંગ્રેસ

કેશાેદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની ટીમ છાવણીની મુલાકાતે, ડે.કલેક્ટરને આવેદન

કેશોદમાં વેરામાં કરેલા 10 ટકાના વધારાનો ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ચારચોક ખાતે કોંગ્રેસ સમિતીના આગેવાનો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ઉપવાસી છાવણીનાં 5માં દિવસે જીલ્લા પ્રમુખ નટુભાઇ પોકિયા, મહામંત્રી વી.ટી. સીડા સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી.

જેમાં પ્રમુખે પાલીકાને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં પાલીકાએ વેરા વધારો કર્યો છે. તે યોગ્ય નથી તેથી પાછો ખેંચવો જોઇએ. કારણ કે છેલ્લા 15 મહિનાથી લોકોની આવક બંધ થઇ છે. જેથી પાલીકાએ વેરો વધારવાની જગ્યાએ સંપુર્ણપણે માફ કરવો જોઇએ તેવી માંગણી કરી હતી.

સોથોસાથ કોંગ્રેસ આગેવાનો દ્વારા ડે.કલેક્ટરને વેરા વધારાનો વિરોધ કરતું આવેદન આપ્યું હતું. આજદીન સુધી 1500 જેટલી વાંધા અરજીઓ છાવણીએ સ્વિકારી હતી. આમ ઉપવાસના 5 દિવસ તેમજ વાંધા અરજી વધવા છતાં પાલીકાના પેટનું પાણી પણ હલતું ન હોય તેથી શહેરભરમાં વિરોધનો સુર ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...