તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારી બાદ લોકો પ્રકૃતિની નજીક:કેશોદમાં વૃક્ષના 2000 રોપાનું વિનામૂલ્યે વિતરણ

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદને રળિયામણું બનાવવા ભારત વિકાસ પરીષદની પ્રથમ પહેલ

કેશોદમાં દર વર્ષે પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા પક્ષી બચાવો, વૃક્ષો બચાવો જેવી વિવિધ પ્રવૃતીઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે વિના મુલ્યે 2000 વૃક્ષના રોપાનું વિતરણ કરાયું હતું. મહામારીબાદ જાણે લોકો પ્રકૃતી નજીક પહોંચી ગયા તેમ ગણતરીની મિનીટોમાં રોપા લેવા લોકોએ પડાપડી કરી હતી.

ભારત વિકાસ પરીષદ અને સામાજીક વનીકરણ રેન્જનું સંયુક્ત પણે "કલ્પવૃક્ષ યોજના" હેઠળ વિનામૂલ્યે ઔષધીય, ફુલ-ફળાદી નાના મોટા સહિત 2000 વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિત્તરણ કર્યું હતું. સાથોસાથ અર્જુનભાઇ પાઘડારના સહયોગથી ચકલીના માળા, સમીરભાઈ કણસાગરા અને જીતેન્દ્ર ધોળકિયા તરફથી પક્ષીઓની તરસ છીપાવવા માટીના કુંડાનું વિનામૂલ્યે વિત્તરણ કરાયું હતું. જેમાં રેન્જ આરએફઓ ગુલાબબેન સુહામિયા, વનપાલ ડી.બી. જાેટવા, દીલીપભાઇ તોલાની તેમજ પરીષદના પ્રમુખ જગમાલભાઇ નંદાણિયા, સ્થાપક ડો. સ્નેહલ તન્ના, તેમજ સંસ્થા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

વિત્તરણ રોપાની જાત
કરંજ 100, પેંટો 100, ખાટી આંબલી 100, બખાઈ આંબલી 100, રાવણા 200, જમરૂખ 100, દાડમ 100, પપૈયા 100, સરગવો 100, તુલસી 200, નગોડ 50, કાસીદ 50, આંબળા 100, વસંત 100, પારિજાત 100, અરડૂસી 50, રેન ટ્રી 100, કડવાે લીમડો 100, સીતાફળ 50, આસોપાલવ 50, કરેણ 50, તુલસી.

અન્ય સમાચારો પણ છે...