તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:અગતરાયના કારખાનામાં 2 વર્ષમાં સતત ત્રીજી વખત તસ્કરોનો હાથફેરો

કેશોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરીના ગુના અટકાવવા ભુતકાળમાં કરેલા પોલીસ ચોકી સ્થાપવાના દાવા પોકળ

કેશોદ થી અગતરાય જતાં નેશનલ હાઇવે પર આવેલ કારખાનામાં મોડી રાત્રીએ તસ્કરો ત્રાટક્યા હતા. અને મજુરોની ઓરડીના તાળાં તોડી રૂ.25,000 રોકડ, રાંંધણગેસની બોટલ સહિત મરી મસાલાની ચોરી થઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.કારખાનામાં સુતેલાં મજુરો વહેલી સવારે ઉઠી જ્યારે ઓરડી તરફ ગયાં તો ઓરડીના તાળાં તુટેલાં જોવા મળતાં ચોરી થયાની જાણ થઇ હતી. કારખાના માલીકે પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષમાં શહેરના આસપાસના કારખાનાઓમાં સીરીયલ ચોરી અનેક બનાવો બનવા પામ્યાં છે. જેમાં અગતરાય હાઇવે નજીકના અનંત સીડ્સ કારખાનું સતત 3 વખત તસ્કરોનું ભોગ બન્યું છે. તેથી કારખાના માલીકે અગાઉ પોલીસે કરેલાં રાત્રીના સતત પેટ્રોલીંગ, પોલીસ ચોકી સ્થાપવી જેવા દાવા પોકળ ગણાવી ગુસ્સો વ્યક્ત કર્યો હતો. બેફામ બનેલાં તસ્કરાે વિરૂધ્ધ પાેલીસ કડક કાર્યવાહી નહીં કરે તાે કારખાના એસોસિએશન ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...