તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:કેશાેદમાં 4 બેકરીમાં ફૂડ વિભાગનું ચેકીંગ, વેજીટેબલ ઘીમાં ટ્રાન્સફેટી એસીડ ઇન્ગ્રેડિયન્ટ્સ 5 થી ઘટાડી 2 % રાખવા કેન્દ્રની સુચના

કેશોદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક

કેશોદમાં જીલ્લા ફૂડ અને ડ્રગ વિભાગની ટીમ દ્વારા જુદી જુદી બેકરીઓમાં ભેળસેળ અંગે સર્વેલન્સ ડ્રાઇવ હાથ ધરી હતી. અને સેમ્પલ લીધા હતા. કેશોદ શહેરમાં જિલ્લા ફૂડ અને ડ્રગ વિભાગની ટીમ દ્વારા બેકરી પ્રોડક્ટનું વેચાણ કરતાં વેપારીઓની દુકાનેથી ચીજવસ્તુઓમાં ભેળસેળ અંગે તપાસ હાથ ધરી હતી.

ફૂડ વિભાગના અધિકારીના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકાર બેકરી પ્રોડક્ટમાં વેજીટેબલ ઘીમાં મળી આવતા ટ્રાન્સફેટી એસીડ ઇન્ગ્રેડિયન્ટ્સનું પ્રમાણ 5 ટકાથી ઘટાડીને 2 ટકા સુધી લઇ જવા માંગે છે. તોજ તે માણસના આરોગ્યને નુકસાન ન કરે. આથી કેન્દ્ર સરકારની સુચનાના આધારે સર્વેલન્સ કામગીરી હાથ ધરાઇ હતી. બેકરી પ્રોડક્ટના સેમ્પલના રીપાેર્ટ આવ્યા બાદ વેપારીને જરૂરી સુચનાે કરી શકાય એ માટેની આ તપાસ છે. આજે કેશોદની 4 બેકરીની ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને ત્યાંથી સેમ્પલ લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો