પંથકમાં ભયનો માહોલ:કેશોદ પંથકમાં લૂંટના બનાવમાં આરોપીઓને પકડવા પાંચ ટીમો કામે લાગી

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પૂછપરછ હાથ ધરી, બનાવને લઈ પંથકમાં ભયનો માહોલ

કેશોદ પંથકનાં ચર થી દરસાલી વચ્ચે મંગળવારની રાત્રીના માધવપુર થી ઉધરાણી કરી પરત ફરી રહેલાં કેશોદના વેપારી પાસેથી કાર અને બાઈક ચાલક અજાણ્યાં શખ્સોએ 3 લાખ જેવી રોકડ લૂંટ ચલાવી હતી. આ કિસ્સામાં એસપીની સૂચનાથી 5 તપાસ ટીમ બનાવી કામગીરી હાથ ધરી હતી.

આ અંગેની મળતી વિગત મુજબ કેશોદના વેપારી નિખિલભાઈ રાયચડા દર વખતની જેમ મંગળવારે બાઈક પર માધવપુર ઉઘરાણી કરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે ચર અને દરસાલી વચ્ચે તેમની બાઈકને પાછળ આવતી કારે ઠોકર માટી પછાડી દીધા હતાં અને બાદમાં કારની પાછળ આવી રહેલી બાઈક પર સવાર બે શખ્સોએ 3 લાખ રોકડ, ચેક, મોબાઇલ સાથે થેલા ને ઝૂંટવી લુંટ ચલાવી પલાયન થયા હતાં.

આ ઘટનાની શીલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે. જેને લઈ રાત્રીના લુંટનો ભોગ બનનાર વેપારીની પોલીસે 2 કલાક પુછપરછ કરી હતી અને વધુ પુછપરછ માટે ભોગ બનનારને બુધવારના સવારે શીલ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યાં હતાં. આ લૂંટ પ્રકરણમાં જિલ્લા એસપી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ જુનાગઢ, માંગરોળ સીપીઆઇ, માંગરોળ ડીવાયએસપી, શીલ પીએસઆઇ સહિત 5 ટીમ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મંગળવાર ફીક્સ હતો
લુંટનો ભોગ બનનાર ની કેશોદની હોલસેલ ખરીદ વેચાણ કરતી પેઢી દ્વારા માધવપુર તરફ ઉઘરાણી માટે મંગળવાર કાયમી ધોરણે નક્કી કરવામાં આવ્યો છે. જે લુંટારાઓ જાણતાં હોય.

ભોગ બનનાર બાઈક પર માંગરોળ રોડ સુધી પહોંચ્યા
આ બનાવમાં ભોગ બનનાર વેપારીને કારની ઠોકર વાગતાં ખાડામાં પટકાતાં લૂંટ બાદ વેપારીના શરીરે ઉઝરડાં પડ્યાં હતાં પરંતુ રાત્રીનો વેરાન વગડો હોય કોઈ પસાર ન થતાં મોબાઇલ સાથે ન હોય કોઈ વિકલ્પ ન બચતાં વેપારી ખુદ બાઈક ચલાવી માંગરોળ રોડ સુધી પહોંચી ગયા.

અન્ય સમાચારો પણ છે...