તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કેશોદમાં 2 મહિલા સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ સૌપ્રથમ ઓનલાઇન ફરિયાદ

કેશોદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સરકારી પડતર જગ્યા પર પશુ બાંધવા, લાકડા સહિતનો ફરિયાદમાં ઉલ્લેખ

કેશોદના ચુનાભઠ્ઠી રોડ પર આવેલા સરદારનગર ખાતે રહેતા એક મિલકત ધારકે 2 મહિલાઓ દ્વારા સરકારી પડતર જગ્યા તેમજ રસ્તા પર પશુ બાંધી, લાકડા અને પતરા મૂકી, વૃક્ષો વાવી રસ્તો બંધ કરી પેશકદમી કર્યાની લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ઓનલાઇન ફરિયાદ નોંધાવી છે.કેશોદના ચુનાભઠ્ઠી રોડ નજીક સરદારનગર ખાતે રહેતાં નાથાભાઇ રામભાઇ પરમારે તેમની મિલકત નજીક રહેતાં પૂર્વ પાલિકા સભ્ફ ચોથીબેન કિંદરખેડિયા અને વર્તમાન પાલીકા સભ્ય જાગૃતિબેન કિંદરખેડિયા સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ 2020 ના કાયદા હેઠળ ઓનલાઇન ફરિયાદ નોંધાવી છે.

લોકોએ સરકારી પડતર જગ્યા તેમજ રસ્તા પર પેશકદમી કરી પશુ બાંધવા, રસ્તા પર પતરાં-લાકડાં રાખવા તેમજ વૃક્ષો વાવી રસ્તો બંધ કરી દીધો છે. જંત્રી પ્રમાણે આ જગ્યાની કિંમત 7 લાખ રૂપિયા થવા જાય છે. આ સાથે ફરિયાદીએ જીલ્લા કલેક્ટર અને ચીફ ઓફીસરને પણ નકલ રવાના કરી છે. આ જગ્યા પર નગોળના વૃક્ષને કાપવાને લઇને વિવાદ સર્જાતાં બન્ને મિલકત ધારક પાડોશી આમને-સામને આવી ગયા છે.

ફરિયાદી સામે પણ અગાઉ અરજી થઇ છે
જે બે મહિલાઓ પર લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરાઇ છે એ બંને સાસુ-વહુ થાય છે. તેણે અગાઉ લેન્ડ ગ્રેબીંગની ઓનલાઇન ફરિયાદ કરનાર સામે પોલીસમાં ગેરકાયદેસર વૃક્ષ કાપવું, અભદ્ર શબ્દો બોલવા મારી નાખવાની ધમકી આપવી એવો ઉલ્લેખ કરતી ફરિયાદ પણ આપી હતી. જેમાં હજુ સુધી ગુનો નથી નોંધાયો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો