કેશોદ ના સાંઈરામ ફીડરમાં વિજ કનેકશનો ધરાવતાં ખેડૂતોનું એક ટોળું પીજીવીસીએલ કચેરીએ પહોંચી દિવસના થ્રી ફેઈજ પ્રવાહ આપવા માંગ કરી હતી. મોટી સંખ્યામાં હાજર ખેડૂતોએ જગાભાઈ કરમટા અને માલાભાઈ રબારીની આગેવાની હેઠળ શહેર ડેપ્યુટી ઇજનેર ને રજૂઆત કરતાં જણાવ્યું કે પીજીવીસીએલ દ્વારા ખેતીને પીત આપવા રાત્રીના થ્રી ફેઇઝ પાવર આપવામાં આવે છે.
આથી જંગલી પ્રાણીઓના ત્રાસ હોવાથી ખેતીકામ કરવા જતાં ડર લાગે છે. વિજ કચેરી દ્વારા રાત્રીના અપાતાં પાવરના કારણે રાત્રીના જંગલી પ્રાણીઓ તેમના પર હુમલો કરે તો તેમણે જીવ ગુમાવવાનો પણ વારો આવે તેવી ભીંતી સેવી હતી. જેને ધ્યાને રાખી વિજ કચેરી ખેડૂતોના હિતમાં વિચારી દિવસે થ્રી ફેઇજ વિજ પ્રવાહ આ પે તેવી માંગ કરી હતી.
શું કહે છે અધિકારી.?
રાત્રીના આપવામાં આવતાં થ્રી ફેઇજ વિજ પ્રવાહ ના કારણે જંગલી પ્રાણીઓના હુમલાના ડર અંગે ખેડૂતોની સમસ્યા સાંભળી કેશોદ શહેરી વિભાગ ડે. ઈજનેર જે. કે. કાતરિયાએ જણાવ્યું કે રોટેશન શિફ્ટ પ્રમાણે રાત્રી થ્રી ફેઇઝ પાવર આપવામાં આવતો હોય છે જે કંપની નક્કી કરતી હોય છે તેમ છતાં ખેડૂતોના હિતની વાતને ધ્યાને રાખી આ રજૂઆતને ઉચ્ચકક્ષાએ પહોંચાડી ન્યાય આપવા પ્રયત્ન કરાશે તેમ જણાવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.