આયોજન:કેશોદ ધેડ પંથકમાં ચોમાસામાં થતા ખેતરોના ધોવાણ અટકાવવા ખેડૂતે મેપ તૈયાર કર્યો

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપરવાસનો વરસાદ, ડેમમાંથી છોડાતાં પાણી, માટી ના કાચા પાળા તુટવાની ઘટનાથી જમીનો બંજર બને જાન માલ પાકને નુકશાન, ખેડૂતોને નુકસાન

કેશોદના બામણાસા ધેડ ગામે ઓઝત નદી પર માટીનો પાળો તૂટવાની ઘટના બનતાં આસપાસની જમીનની માટીનું ધોવાણ થયું હતું અને મગફળી તણાઇ જવા પામી હતી તેમજ હજારો વિધામાં પાણી ફરી વળ્યાં હતાં આ પાણી ગામની દક્ષિણે સ્મશાન નજીક પસાર થતું કેશોદ જવા મુળિયાસા અને પાડોદરવાળો રસ્તો બંધ થયો હતો.

આ સમસ્યા તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરવામાં નહીં આવે તો ચોમાસા દરમ્યાન નદીમાં પાણી આવતાં આખું ચોમાસું રસ્તો બંધ રહેશે. આ પાળો તૂટવાની ઘટનાથી ગામમાં પાણી ઘુસ્યાં હતાં. જેને લઈ ગામમાં જતાં પુલ અને રસ્તાઓનું ધોવાણ થયું, વીજ તાર પોલને નુકશાન, વૃક્ષો પડી જવા જેવી ઘટના બની હતી.

આવી જ રીતે બાલાગામ બોરિયા વિસ્તારમાં પાળો તૂટતાં સીમશાળાની બે દિવાલ ધારાસાયી થઈ હતી અને શાળામાં પાણી ધુંસી ગયું હતું જે કારણોસર આજુબાજુમાં જમીનનું ધોવાણ થવું અને મગફળીનો પાક ડુંબમાં જતાં નિષ્ફળ જશે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાંથી પાણી છોડાતાં છેલ્લાં 3 વર્ષથી ભારે તારાજી સર્જાય છે.

જેના કારણો ક્યાં તે અંગે પ્રશાસન જાણે છે પણ કોઈ નક્કર ઉપાય બતાવતું નથી કે કાર્યવાહી થતી નથી ત્યારે બામણાસા ગામના ખેડૂત એવા શિક્ષકે ક્યાં ક્યાં પાણીના નિકાલા બંધ થયા તેના પર પેશકદમી હટાવી ચોખ્ખા કરવા નકશો તૈયાર કર્યો છે. જો આ નકશા પ્રમાણે કામ થાય તો મહદઅંશે પાણી નિકાલો થતાં ખેડૂતોનું નુકશાન અટકે.

શું સુચન કરવામાં આવ્યું ?
ઓઝત નદી કાંઠા તુટવાની ઘટના પરથી ખેડૂતના હીતમાં બામણાસા ગામના ખેડૂત એવા શિક્ષકે એક નકશો તૈયાર કર્યો છે. જેમાં ઓઝત નદીનો પ્રવાહ કેવી રીતે વિભાજન થાય તે બતાવાયું છે. અને પેશકદમી કરી બંધ કરાયેલાં પાણીના માર્ગ ખુલ્લાં કરી તેના પર ચેક ડેમ બનાવી યોગ્ય રીતે પાણી નિકાલો થાય તેવા સુચન કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...