ચૂકવણું:ચર ગામે ખેડૂતે બુલેટ ઘાંસનું વાવેતર કર્યું, 4 માસ વિત્યા, 2 વખત કાપણી કરી છતાં મજુરી ન ચૂકવાઈ

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા તબક્કાવાર વર્ષે 50 હજાર જેવી રકમ આપવામાં આવતી હોય વહેલીતકે ચૂકવણું કરો

કેશોદ પંથકમાં મનરેગા યોજના હેઠળ બુલેટ ઘાંસ ઉગાડવા ખેડુતને તબક્કાવાર મસ્ટર મજૂરી તરીકે એક વર્ષમાં 50 હજાર જેવી રકમ ચૂકવવામાં આવે છે. તાજેતરમાં જ એકલેરાના ખેડૂતે બુલેટ ઘાંસ વાવ્યું નહીં તેમ છતાં અમુક રકમ ચૂંકવી આપી છેતરપીંડી કરવામાં આવી હોય તેવા સરપંચ પુત્ર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં તો બીજી તરફ ચરના રાજાભાઈ નથુભાઈ ઝાલા સહિતના 14 ખેડૂતો એવા છે કે જેમણે બુલેટ ઘાંસ વાવ્યું તેના 4 મહિના કરતાં વધુ સમય વીતી ચુંક્યો છે. આ ખેડૂતોએ માથોડા બરાબર ઘાસ થતાં બબ્બે વખત વાઢ પણ કરી નાખ્યો છે.

તેમ છતાં હજુ એક પણ રૂપિયો ચુકવવામાં નથી આવ્યો. આ અંગે મનરેગાના ગ્રામ રોજગાર સેવક સાથે વાત કરતાં તેઓ હડતાલમાં જોડાયાં હોય આ ખેડૂતોને મજૂરીની રકમ ક્યારે મળશે તે અંગે સ્પષ્ટતા કરી શક્યા ન હતાં. ત્યારે સવાલ એ છે કે 4 મહિના સુધી તંત્ર શું કરતું હતું. ખેડૂતોએ સરકારી તંત્ર તેમની સાથે બનાવટ કરી રહ્યું હોય તેમ જણાવી રોષ ઠાલવ્યો હતો. આ ખેડૂતો ભવિષ્યમાં ખુલીને વિરોધ કરવા આવે તેવી પરિસ્થિતી નિર્માણ પામી છે.

અન્ય સમાચારો પણ છે...