કેશાેદનાં જલારામ મંદિર ખાતે માનવ સેવા સમિતી દ્વારા બીજા અને ચાેથા રવીવારે નિયમીત યાેજવામાં આવતાે આંખનાે કેમ્પ કાેરાેના મહામારીના કારણે છેલ્લા 2 મહિનાથી બંધ રાખવામાં આવ્યાે હતાે.
સામાન્ય લોકો ખાનગી હોસ્પિટલનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોય કેમ્પ કરવામાં આવયો હતો. કાેરાેના ગાઇડલાઇનનું પાલન કરી કેમ્પ આયાેજીત કર્યાે હતાે. આ કેમ્પમાં ડો. ધડુક દ્વારા 70 દર્દીઓને તપાસવામાં આવ્યાં હતાં, જયારે 32 ને આંખના ઓપરેશન માટે રણછાેડદાસજી હાેસ્પિટલ રાજકાેટ માેકલાયા હતાં. સમિતીના રમેશભાઇ રતનધાયરા, દિનેશભાઇ કાનાબાર, દશરથસિંહ રાયજાદા, મહાવીરસિંહ રાયજાદા તેમજ સમિતીના કાર્યકરાેએ વ્યવસ્થા સંભાળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.