કેશોદ પાલિકાની સભાખંડમાં જનરલ બોર્ડની બેઠક મળી હતી. પાલીકાના કુલ 36 સભ્યોમાંથી ભાજપના 22 અને કોંગ્રેસ 1 સભ્યો હાજર રહ્યાં હતાં. જેમાં કોંગ્રેસના 5 અને ભાજપના 7 સભ્યો રજા રિપોર્ટ મુક્યો હતો. જયારે ભાજપના જીવીબેન ભોપાળા ગેરહાજર રહ્યાં હતાં. આ બેઠકમાં અગાઉ મળેલ સમાન્ય સભાને બહાલી, 23-24નું 60 કરોડનું વિકાસલક્ષી અંદાજ પત્ર મંજૂર કરાયું. વેરા વળતર યોજના દાખલ કરવી, ગ્રાંટોના કામ નક્કી કરવા, જુદી જુદી શાખાના રિપોર્ટ વંચાણે લઇ નિર્ણય કરાયો હતો.
કોંગ્રેસના એકમાત્ર અમીન મહીડાએ 2 મુદ્દાનો વિરોધ 4માં સહમતી બતાવી હતી. પાલિકાનાં જનરલ બોર્ડ બેઠક મળે તે પહેલાં સામાજીક કાર્યકર અને મોબાઈલ એસો. પ્રમુખ રાજુભાઇ બોદર અને તે વિસ્તારના વેપારી લોકો દ્વારા પાલીકા અન્ય જગ્યાએ રોડના કામ કરતી હોય તેવો આક્ષેપ કરી તેના વિસ્તાર મહેન્દ્રસિંહ ચોકની આસપાસ રોડને રિ-સરફેસિંગ કરવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિક દ્વારા કામગીરી કરવામાં ન આવતાં રામધુન બોલાવતાં પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતાં.
અગાઉ સામાન્ય સભાની બહાલીમાં ક્યાં ક્યાં કામ કરવામાં આવ્યાં તેનો ઉલ્લેખ કરાતાં વિરોધ, વેરા વળતરમાં ગરીબ માણસોને ધ્યાને રાખી કેશ રકમ પર 10 ટકા અને ડિઝીટલ ચુંકવણી પર 15 ટકા વળતરનો વિરોધ કરાયો હતો. જ્યારે 60 કરોડના વિકાસલક્ષી અંદાજપત્રમાં સહમતી, સરકારના જણાવ્યાં મુજબ સફાઇ, સ્ટ્રીટ વેરો વધારવામાં ન આવે તે બાબતે સહમતી, 132 ખાલી મહેકમની ભરતી સરકાર દ્વારા કરવામાં આવે તેમાં સહમતી, તમામ શાખા રિપોર્ટમાં સહમતી આપી હતી. જ્યારે મિડીયાને દૂર રખાયું હતું અને હિતરક્ષક સમિતીના કન્વીનર રાજેશભાઈ પંડયા સહિત મિડીયા કર્મીઓએ વિરૂદ્ધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.