ભારે હાલાકી:લાછડી ગામને જોડતા પુલનું ધોવાણ, 17 દિવસથી જગતનો તાત પરેશાન

ગડુએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતીભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે માળિયા હાટીના તાલુકાના લાછડી ગામમાં દેવકા નદી પર આવેલા પુલનું ધોવાણ થતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તા.1,સપ્ટેમ્બરના રોજ પુલનું બન્ને સાઈડથી ધોવાણ થતાં લાછડી વાડી વિસ્તારના 40થી વધુ ખેડૂતોને પરેશાની ભોગવી પડી રહી છે. જેમાં પુલની એક બાજૂ 20 ફુટ જ્યારે બીજી તરફ 10 ફુટ જેટલું ઘોવાણ થયું છે.

ઉપરાંત આ વિસ્તારમાં આવક-જાવક માટે અન્ય કોઈપણ રસ્તો ન હોવાને લીધે ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. વરસાદે સૌરાષ્ટ્રને છેલ્લા 17 દિવસથી ધમરોળ્યું છે. જેમાં અનેક નાના પુલ, રસ્તાઓ, અને ખેતરોનું ધોવાણ થયું છે. અને વાડી વિસ્તારમાં જવા માટેના રસ્તાઓ પણ ધોવાઈ ગયા હોવાથી ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અને પશુઓ માટે ઘાસચારો પણ લાવી ન શકતા હોવાથી તાત્કાલીક પુલ બનાવવા માંગ કરી છે.

રીપેરીંગ માટે રજૂઆત કરાઈ
સ્થળ નિરીક્ષણ કરી રીપેરીંગ માટે ગાંધીનગર ફાઇલ મોકલી આપી છે. સરકારમાંથી મંજૂરી મળશે એટલે તાત્કાલીક ધોરણે કામ શરૂ કરાશે. > બી. કે. વાલગોતર, કાર્યપાલક ઈજનેર

અન્ય સમાચારો પણ છે...