કાર્યવાહી:કેશોદ, માળિયા હાટીના પંથકમાં વીજ દરોડા, રૂ.28.35 લાખનો દંડ ફટકાર્યો

કેશોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1837 કનેકશનો ચેક કરાતા 223માં ગેરરિતી સામે આવી, કાર્યવાહી હાથ ધરવામાં આવી

કેશોદ અને માળિયા પંથકમાં પીજીવીસીએલ દ્વારા સતત બે દિવસ વીજ દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં 223 કનેકશનમાંથી ગેરરિતી ઝડપી પાડી રૂ.28.35 લાખનો દંડ ફટકારાયો હતો.

આ અંગેની મળતી વિગત મુજબ કેશોદ અને માળિયા પંથકમાં પીજીવીસીએલ વીજ દ્વારા સતત 2 દિવસથી દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં 223 કનેક્શનોમાં ગેરરીતી બહાર આવતાં 28.35 લાખની ચોરી ઝડપાઇ હતી. જેને લઈ વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ જોવા મળતો હતો.

આ વીજ ચેકિંગ અંગે કેશોદ કાર્યપાલક ઈજનેર એસ.એચ. રાઠોડે કહ્યું હતું કે, શુક્રવાર અને શનિવાર એમ 2 દિવસ ગ્રામ્ય અને શહેરમાં વીજ ચેકિંગ કરાયું હતું. જેમાં પોરબંદર, રાજકોટ, જુનાગઢ વિભાગની વીજ કંપનીની 40 ટૂંકડીઓ દ્વારા ઘરવપરાશ, ઉદ્યોગો, વાણિજ્ય, ખેતીવાડીના 1837 કનેકશનો ચેક કરાયા હતા. જે પૈકી 223 કનેકશનમાં ગેરરીતી જણાતાં તેમને 28.35 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, જરૂર જણાશે તો વીજ ચેકીંગ કાર્યવાહી ચાલું રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...