ચૂંટણી:કેશોદ તાલુકાની 53 પૈકી 32 ગ્રામ પંચાયતની ડિસેમ્બર માસમાં ચૂંટણી

કેશોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત ટર્મની જેમ પ્રથમ તબક્કાની ચૂંટણી બેલેટ અને બીજામાં ઇવીએમની શક્યતા

કેશોદ તાલુકામાં કુલ 53 ગામો છે. જે પૈકી 32 ગ્રામ પંચાયતોની ટર્મ ચાલુ વર્ષના ડિસેમ્બરમાં જ્યારે બાકીની 20 ની માર્ચ મહિનામાં પૂરી થાય છે.

જ્યારે આ તાલુકાનું પસવાડિયા ગામ અગાઉ જાેનપુર ગ્રામ પંચાયત સાથે સંયુક્ત રીતે જાેડાયેલું હતું. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી વસ્તી અને સરકારી યોજનાઓના લાભા લાભને ધ્યાને રાખી અલગ ગ્રામ પંચાયત બનતાં આ ગામની સામાન્ય ચૂંટણી બીજા ગામોની સરખામણીએ દોઢ વર્ષ મોડી થાય છે. ત્યારે રાજ્ય સરકાર અગાઉની જેમ 2 તબક્કામાં ચૂંટણી યોજશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચે ગત ટર્મની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા પ્રથમ તબક્કામાં બેલેટ પેપર જ્યારે બીજા તબક્કામાં ઇવીએમનો ઉપયોગ કર્યો હતો.

ગતટર્મની ચૂંટણી બાદ ખીરસરા અને અખોદર એમ 2 ગ્રામ પંચાયત સુપરસીડ થઇ હતી. જેમાં ખીરસરાની ફેર ચૂંટણી બાદ ફરી સુપરસીડ થતાં ત્યાં વહીવટદારની નિમણૂંક કરાઇ હતી. જ્યારે અખોદરમાં ઉપસરપંચ શાસન ચલાવી રહ્યા છે.

જાહેરનામા પહેલાંની પ્રક્રિયા
ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં ચૂંટણી પંચ મતદાન મથક, મતદારોની યાદી, ઝોનલ ઓફીસરની સંખ્યા, સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મથકોની સંખ્યા જેવી પ્રાથમીક કામગીરી પૂરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...