કેશોદના ઇસરા ગામે ધૂળેટીના દિવસે ધૂણેશ્વરબાપાના સાનિધ્યમાં મેળો યોજાતાં 1 લાખ જેટલા ભાવિકો ઉમટી પડે છે. આજની તારીખે ઇસરા ગામની વસ્તી 1537 ની છે. ગામમાં મોટાભાગનો ખેડૂતોનો વસવાટ છે. રાજા રજવાડા વખતે ઇસરા ગામ શ્રીનાથજી (રાજસ્થાન)ને અર્પણ કરવામાં આવેલું હતું. તેથી જે તે સમયે શાસન કરતા રાજા મહારાજાઓ અને નવાબ દ્વારા કર વેરો ભગવાન શ્રીનાથજીને અર્પણ કરવામાં આવતો હતો. આજે પણ આ ગામમાં ભગવાન શ્રીનાથજીનું મંદિર છે. ઘણાખરાં ખેડૂતો પોતાના ખેતરની ઉપજનો અમુક ભાગ શ્રીનાથજીને અર્પણ કરે તેવો રિવાજ છે.
આ ગામમાં પ્રાચિન સમય થી રાફડામાં રહેતાં મણીઘર નાગદેવતાંએ દર્શન દેતાં મુંઠી ધૂળથી બનેલો પહાળ ધૂણેશ્વર બાપા નામથી પૂંજાય છે. એક વાયકા પ્રમાણે ખમીદાણા અને ટીટોળી વચ્ચે રહેતાં સીતારામ બાપા ધૂણેશ્વર બાપાની પરીક્ષા કરવા તેમના સ્થાનકે ગયાં હતાં અને ત્યાં રહેલાં પારણાં સહિતની વસ્તુઓ તેમની મઢીએ લઈ ગયાં હતાં આથી મણીધર સ્વરૂપે નાગ દેવતાએ દર્શન દેતાં સીતારામ બાપાએ લાવેલી તમામ વસ્તુઓ ધૂણેશ્વર બાપાને સ્થાનકે પરત કરી હતી. આ ગામમાં ધૂળેટીના દિવસે પ્રથમ પુત્ર પ્રાપ્તિ ની મનોકામના પૂર્ણ થતાં ધ્વજાના દર્શન થતાં પુત્રને જન્મ દેનારી માતા ભૂમાપે (દંડવત) છે.
સવા પાલી ઘુઘરીનો પ્રસાદ ધરે છે તેમજ ભાવિકને તેના કોઈપણ અંગમાં દુ:ખાવો થતો હોય તે મટાડવા જે તે અંગને દુ:ખાવો દુર થતાં માનતાં પૂર્ણ કરવા લાકડાથી બનેલાં અગ બાપાના સ્થાનકે અર્પણ કરવાની શ્રદ્ધા રહેલી છે. આ તીર્થ સ્થળ પર આસપાસના પશુપાલકો પોતાના પશુ નિરોગી રહે તેવી માનતાં કરતાં હોય છે તેથી બળદગાડા, ઘોડાની રેસ યોજવામાં આવે છે.
આ મેળામાં રાસ મંડળી, કિર્તન મંડળી યોજાઈ છે ઉપરાંત જરૂરિયાતમંદ લોકો મેળામાં મનોરંજનની ચિજ-વસ્તુઓનું વેંચાણ કરી આર્થીક ઉપાર્જન પણ મેળવે છે. તાજેતરમાં ગામલોકો દ્વારા ધૂણેશ્વર બાપાના નિજ સ્થાને પધરામણી કરવા નાગ દેવતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.