કેશોદ એરપોર્ટ મુસાફરો માટે ખુલ્લું મૂંકાયું તેને એક મહિનો થવા જાય છે. અત્યાર સુધીમાં મુંબઈ કેશોદ મુંબઈ રવી, બુધ, શુક્ર એમ અઠવાડિયાના 3 દિવસ કુલ 13 વખત ફલાઈટે ઉડાન ભર્યું છે. જે તમામ ફલાઈટ એવરેજ 55 થી 60 મુસાફરો સાથે હાઉસ ફુલ ઉડાન ભરી છે. ત્યારે 18મેના રોજ કેશોદમાં વિઝીબીલીટી ઓછી હોવાને કારણે મુંબઈ થી ફલાઈટ રદ કરવામાં આવી હતી. જેને લઈ મુંબઈ થી કેશોદ આવવા 70 જયારે જવા માટે 55 મુસાફરો અટવાયા હતાં.
અટવાયેલાં મુસાફરો પૈકી હાલના વિઝીબીલીટી જાણકારોના મત પ્રમાણે કેશોદ એરપોર્ટ પર હાલ વિઝીબીલીટીને મેન્યુઅલ ધોરણે નક્કી કરવામાં આવે છે. જે પદ્ધતિમાં લેન્ડીંગ સમયે પાઇલટને સ્પષ્ટ દેખાવું જરૂરી છે. જો આઇએફઆર ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે નક્કી કરવામાં આવે તો જ રેગ્યુલર ફલાઈટ ઓપરેટ થઈ શકશે નહીંતર ચોમાસામાં આ રૂટ સદંતર બંધ રહેશે તે માટે સિવીલ એવીએશન રિકવાયરમેન્ટ ઉભી કરે તે જરૂરી છે.
2 પ્રકારે વિઝીબીલીટી ફ્લાઈટ રૂલ્સ નક્કી થાય છે
કેશોદ એર ટ્રાફિકના જાણકારના જણાવ્યાં અનુસાર એરપોર્ટ પર બે પ્રકારે વિઝીબીલીટી ફલાઇટ રૂલ્સ નક્કી થતાં હોય છે. એક (VFR) વિઝયુઅલ ફલાઇટ રૂલ્સ જયારે બીજો (IFR) ઇન્સ્ટયુમેન્ટ ફલાઈટ રૂલ્સ હાલ કેશોદ એરપોર્ટ વિઝયુઅલ ફલાઇટ રૂલ્સ આધારે વિઝીબીલીટી નક્કી કરવામાં આવે છે. જેમાં મેટ વિભાગનો અભિપ્રાય લેવામાં આવે છે. તેથી પાઇલોટને 5000 મીટર દુર સુધી સ્પષ્ટ દેખાવું જરૂરી છે.
મુંબઈથી આવનાર 70 પેન્સેન્જર થયા હેરાન
મુંબઈથી કેશોદ આવવા માટે 70 પેસેન્જરોનું બુકીંગ થયું હતું. બપોરે 12 કલાકે પ્લેન ઉપડવાનું હતું. પરંતુ પ્લેન ઉપડ્યું ન હતું. એરપોર્ટ વિભાગ દ્વારા 1:45 કલાકે પ્લેન ઉડાન ભરશે એવું જણાવાયું હતું. જો કે, બાદમાં 2:15 કલાકે પ્લેન રદ થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરિણામે 70 પેસેન્જરો કલાકો સુધી હેરાન થયા હતા. અને સ્ટાફની વર્તન પણ સારુ ન હતું. > સુરેશભાઈ મહેતા, જૂનાગઢ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.