ઉગ્ર માંગ:કેશોદના બામણાસામાં જર્જરિત મોબાઈલ ટાવર, 100થી વધુ ઘરો ઉપર મંડરાતો ખતરો

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો પાંચ વર્ષથી રજૂઆતો કરે છે પરંતુ તંત્ર ઘોળીને પી જતું હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે

કેશોદના બામણાસા ધેડ ગામે મુખ્ય ગરબી ચોક નજીક રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર જર્જરિત હાલતમાં હોય ગામલોકો તેને હટાવવા વર્ષ 2017 થી દર વર્ષે બીએસએનએલને રજૂઆતો કરી રહ્યાં છે. આ ટાવર ધરાશાયી થાય તો આસપાસના 100 કરતાં વધુ રહેણાંક મકાનો અને માનવ વસ્તીને પ્રભાવિત કરી શકે તેવી સંભાવના છે.

તંત્રએ ગામલોકોની ફરીયાદ અનુસંધાને અગાઉ જર્જરિત ટાવર હટાવવાની જગ્યાએ તેને ક્લરકામ કરી મરામત કરી મન મનાવી લીધું હતું. લોકો કહેવું એવું છે કે ટાવરના ટોચના ભાગે લોખંડની સીડી અને રેલીંગ તુટેલી હાલતમાં હોય તોક્તે વાવાઝોડા સમયે લોખંડના ટૂંકડા નીચે પડ્યા હતાં. તેથી આ ટાવર ગમે ત્યારે ધરાશાયી થવા સંભાવના છે. જેને લઈ તંત્ર તાત્કાલીક ટાવર હટાવવામાં આવે એવી ગામલોકોમાંથી ઉગ્ર માંગ ઉઠી છે. જો તેમ નહીં થાય તો આંદોલન કરવા ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...