માગ:કેશોદમાં અંડરબ્રીજ બનાવવા ખાડો ખોદયો કે સ્વિમીંગ પુલ માટે ? 2 મહિને પણ કામ શરૂ ન થયું

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા ભુગર્ભ ગટર સ્થળાંતર કરવાની તૈયારી બતાવે એ પહેલા જ કામ શરૂ થયું, કચેરીઓમાં સંકલન જ નથી

કેશોદના ચાર ચોક રેલવે ફાટક નીચે અન્ડરબ્રીજ બનાવવાનું કામ એક કંપનીને સોંપવામાં આવ્યું છે. પરંતુ સ્થાનીક આ કામ પેટા કોન્ટ્રાકટર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. હવે બન્યું એવું કે પાલીકા ભૂર્ગભ ગટર સ્થળાંતર કરવા તૈયાર ન હોય તે પહેલાં કોન્ટ્રાકટરે રેલવે ફાટક થી પૂર્વ તરફ મોટો ખાડો ખોદી નાખ્યો છે. આ કામ 2 માસથી બંધ છે.

જેને લઈ રેલવે તરફની બંને બાજુની પ્રજાને અવર જવર કરવા લાંબું અંતર કાપવું પડે તેમ હોય મુશ્કેલી પડી રહી છે તેથી ટૂંકે રસ્તે જવા લોકો જીવના જોખમે આ ખાડાની બાજુમાંથી પસાર થઈ રહ્યાં છે. આ કામ બંધ રહેવા પાછળ પાલીકાની ભૂગર્ભ ગટર સ્થળાંતર ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું જે બાબતે પાલીકાએ ભૂગર્ભ ગટર પાઈપ લાઈન હટાવવા દરખાસ્ત કરવામાં આવી છે જેની મંજૂરી મળતાં કામ શરૂ થશે તેવું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અન્ડરબ્રીજ બનાવવા પૂર્વ તૈયારીઓ ન હોય છતાં ખાડો ખોદી પ્રજાને શા માટે હેરાન કરવામાં આવી રહી છે ત્યારે જાણવા મળ્યું કે સત્તાધીશો ને અન્ડરબ્રીજ નહીં બને તો પૂર્વ તરફના લોકો નારાજ થશે જેનું ચૂંટણીમાં નુકશાન થશે એટલે કચેરીઓ સંકલનમાં ન હોવા છતાં પેટા કોન્ટ્રાકટર પર દબાણ લાવી રસ્તો બંધ કરી દઈ મોટો ખાડો ખોદી નાખવામાં આવ્યો છે. જેથી કામ પણ ત્વરીત શરૂ કરી પૂર્ણ કરવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...