તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:ઝાકળથી મસાલા પાક ધાણા જીરૂને આંશિક નુકસાન, ખેડુતાે હવામાન વર્તારાનાે ખ્યાલ રાખે તાે પાકને બચાવી શકે

કેશોદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક

કેશાેદ પંથકમાં એક દિવસ પહેલાં માેડી સવારે ઝાકળ વર્ષા થઇ હતી. જેનાથી માસાલા પાક જેવા કે ધાણાં, જીરૂના પાકને થાેડા ઘણા અંશે નુકશાન થયું હતું. સામાન્ય રીતે જ્યારે પણ વાતાવરણમાં ઠંડી, ગરમી, ભારે પવન, ઝાકળ વર્ષા, ઠાર, કમાેસમી વરસાદ જેવી પરિસ્થિતીનું નિર્માણ થાય ત્યારે પાકને નુકશાન થતું હાેય છે. આ નુકશાન ટાળવા ખેડુતાેને થાેડે ઘણે અંશે હવામાનની જાણકારી હાેવી જરૂરી છે.

જેથી તે પાકને બચાવવા તમામ સુરક્ષાના ઉપાયાે અજમાવી શકે. હવામાન જાણકારેેાેના જણાવ્યાં અનુસાર અગાઉ આપવામાંં આવતી હવામાન જાણકારી મહદઅંશે સાચી પડતી હાેય છે. જેથી ખેડુતાેએ પાણી કે પ્રેસ્ટીસાઇડનાે ઉપયાેગ કરવાે કે નહી તેનાે ખ્યાલ આવી શકે અને જાે તેમ થાય તાે પાક બચાવી શકાય. તાજેતરમાં એક હવામાન જાણકારે ફેબ્રુઆરીની શરૂઆતમાં કચ્છ તેમજ ઉતર ગુજરાતમાં ઝાકળ આવવા સંભાવના દર્શાવી હતી. જેની અસર સાૈરાષ્ટ્રમાં જાેવા મળી હતી. જેથી જાે ખેડુત હવામાનનું ધ્યાન રાખે તાે પાક બચાવવા સફળતા મેળવી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો