તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝુંબેશ:કેશોદમાં મહિલાઓની 10 ટકા વેરા વધારા સામે સહી ઝુંબેશ સાથે પ્રદર્શન

કેશાેદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં વેરામાં રાહત આપવા માંગ ઉઠી

કેશોદ નગરપાલીકાએ 10 ટકા વેરા વધારો કરતાં ઠેર-ઠેર વિરોદ્ધ થઇ રહ્યો છે. ત્યારે મહિલાઓ પણ વેરા વધારાના વિરોધમાં મેદાને ઉતરી છે. અને આડકતરી રીતે કોંગ્રેસના પ્રતિક ઉપવાસને સમર્થન આપી વાંધા અરજીઓ પર સહીઓ કરી વિરોદ્ધ નોંધાવ્યો છે. આમ વધુ એક જગ્યા પર મહિલાઓએ વેરા વધારાનો વિરોદ્ધ કર્યો હતો.

ડીપી રોડના સફારી પાર્કમાં આવેલ પ્રમુખ પ્રેર‌ણા અને પ્રમુખ પાવન રેસીડન્સીની મહિલાઓએ એકસાથે વાધાં અરજીઓ પર સહી કરી વેરા વધારો પરત ખેંચવા માંગ કરી હતી. સાથોસાથ જન અધિકાર મંચના તા.પ્ર. રાજુભાઇ મોકરિયા દ્વારા ચીફ ઓફીસરને સંબોધીને આવેદન પાલીકા અધિક્ષક પ્રવિણભાઇ વિઠ્ઠલાણીને આપી વેરા માફી આપવા કોંગ્રેસની માંગને દોહરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...