તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:અગતરાય ગામમાંથી પસાર થતા રસ્તાને રીકાર્પેટ કરવા લોકોની માંગ

કેશોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગને આવેદન

કેશોદના અગતરાય ગામમાંથી પસાર થતાં અને બંન્ને તરફ નેશનલ હાઇવેને જાેડતાં 2.20 કીમી રોડને રીકાર્પેટ કરવા ગામલોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સ્ટેટના માર્ગ અને મકાન વિભાગ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

આવેદનમાં જણાવ્યાં મુજબ જ્યારથી નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા બાયપાસ રોડ બનાવવામાં આવ્યો છે. ત્યારથી ગામમાંથી પસાર થતાે રાેડ અતિ બિસ્માર બન્યાે છે. જેના કારણે મુસાફર લઇ જતાં વાહનાે ગામમાં પ્રવેશતાં ન હાેય બંન્ને તરફના મુસાફરાેને ગામ નજીક ચાેકડીએ ઉતારી દેવામાં આવે છે.

જેથી આબાલ વૃધ્ધ અને દર્દીઓને 1 કીમી ચાલીને ગામમાં જવું પડે છે જે એક માેટી સમસ્યા છે. જેથી આ રસ્તાને તાત્કાલીક ધાેરણે રીકાર્પેટ કરવામાં આવે તેવી ગામલાેકાેએ માંગ કરી છે.

મંજુરીની જાેવાતી રાહ
આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ આસીસ્ટન્ટ ઇજનેર એમ વી ટાંકે બિસ્માર પુલ સહિત આ રાેડનેે બનાવવા 6 કરાેડની દરખાસ્ત માેકલી આપવામાં આવી છે જે મંજુર થતાં આ કામગીરી થશે. અગવડતા ખાતર ખાડા પુરવા જીલ્લાની મંજુરી બાદ સમારકામ હાથ ધરશું.

અન્ય સમાચારો પણ છે...