તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:કેશાેદ તાલુકામાં આરટીઇ હેઠળ પ્રવેશ આપવા વાલીઓની માંગ

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 1200 ફોર્મ સામે 262 નેજ એડમિશન મળ્યું હતું

કેશાેદ તાલુકાના વાલીઓએ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને ખાનગી સ્કુલમાં પ્રવેશ આપવા ફોર્મ ભરવાની કાર્યવાહી વહેલી તકે શરૂ કરવા માંગ કરી છે. આ કાર્યવાહી દૈનિક પત્રમાં જાહેરખબર બાદ શરૂ થાય એમ શિક્ષણ વિભાગનું કહેવું છે.

વર્ષ 2012 થી શરૂ થયેલી આરટીઇ યોજના હેઠળ ધો. 1 માં ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા અત્યાર સુધી મેન્યુઅલી હતી. જે હવે સરકારના ઇ પાેર્ટલ દ્વારા થાય છે. આ કામગીરી હેઠળ અનાથ, તરછોડાયેલા, બીપીએલ યાદીવાળા, અનુ. જનજાતી, અનુ. જાતી, 1.5 લાખથી નીચેની આવક ધરાવતાં આર્થિક નબળા વર્ગના બાળકોને પ્રવેશ અપાય છે. તેઓની ધો. 8 સુધી ખાનગી શાળાની ફી સરકાર ભરે છે. જ્યારે ગણવેશ અને પુસ્તકોની રકમ દર વર્ષે 3000 લેખે વિદ્યાર્થીના ખાતામાં જમાં કરાય છે. આ વર્ષે કોરોનાને કારણે ફોર્મ ભરવાની પ્રક્રિયા હજુ શરૂ કરાઇ નથી. ત્યારે ધો. 1 માં પ્રવેશ મેળવવા વાલીઓએ પ્રવેશની પ્રાથમીક કામગીરી શરૂ કરવા માંગ કરી છે.

સરકારી સ્કુલોમાં બેસાડો: ટીપીઇઓ
આરટીઇ હેઠળ પ્રવેશની પ્રક્રિયામાં કોરોનાને કારણે વિલંબ થયો છે. આ વર્ષે મહામારીના કારણે વંચિત જૂથના અરજદારોની સંખ્યા વધવાની શક્યત્તા દર્શાવી આર્થિક રીતે નબળા પરીવારના બાળકોનેે સરકારી સ્કુલોની ભૌતિક સુવિધામાં વધારો થવા સાથે શિક્ષકોની પણ ટેટ અને ટાટની પરીક્ષાથી પસંદગી થતી હોઇ સ્કુલનું શિક્ષણ સારૂં બનતાં સરકારી સ્કુલોમાં ભણવા બેસાડવા સલાહ છે. > કે. જી. સુદાણી, ટીપીઇઓ

અન્ય સમાચારો પણ છે...