રજૂઆત:કેશોદ રેલ્વે સ્ટેશન પર વેરાવળ બાંદ્રા ટ્રેનને સ્ટોપ આપવા માંગણી બુલંદ

કેશોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેશોદના રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી 09218 વેરાવળ બાન્દ્રા એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપ આપવામાં આવ્યો નથી. હવે જ્યારે ભાવનગર ડિવીઝનના તમામ રેલ્વે સ્ટેશનો કરતાં પણ કેશોદ રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો ધસારો અને તેમના થકી થતી આવક સૌથી વધારે હોય સ્ટોપ મુસાફરોને અન્યાય થતો હોય સ્ટોપ આપવા માંગ બુલંદ બની છે.

આ અંગે હિત રક્ષક સમિતીના કન્વિનર રાજેશભાઇ પંડયાએ તા.23 ફેબ્રુઆરી 2021 અને 1 માર્ચેના રોજ ડિવીઝનમાં ટ્રેનને સ્ટોપ આપવા માંગ કરી હતી. જેમાં આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરાયો હતો. પરંતુ મહામારીના હિસાબે પડતો મુકાયો હતો. હવે ભાવનગર ડિવીઝને જ્યારે વ્યાપારી વિકાસ મંડળને લખેલા પત્રમાં વેરાવળ બાન્દ્રાને કેશોદ રેલ્વે સ્ટેશનને સ્ટોપ આપવામાં આવે તો ટ્રેનનો સમય જળવાતો ન હોય તેવું કારણ જણાવી દીધું છે. જેમાં કેશોદ, વંથલી, માંગરોળ, માળિયા સહિતના આજુબાજુના ગ્રામ્ય મુસાફરોને અન્યાય થતો હોય દિવાળીના દિવસોમાં ટ્રેનને સ્ટોપ આપવામાં આવે નહીંતર ઉગ્ર આંદોલનના માર્ગે જવા ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...