કેશોદ પંથકમાં ખેડુતોએ ખરીફ પાક લેવા જુદા જુદા વિસ્તારમાં આગળ પાછળ મગફળીના વાવેતર કરી દીધા છે. હવે જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે મગફળી બચાવવા ફૂવારા શરૂ કરી દીધા છે. ખેડૂતો માટે તો વરસાદની જેમજ સબસીડી સાથેના ફૂવારા સમયસર ન મળવા પણ ચિંતાનો વિષય છે.
જીજીઆરસીએ સબસીડી સાથેના ફૂવારા મેળવવા ખેડુતો માટે કડક નિયમો બનાવ્યાં છે. આથી આ ફૂવારા મેળવવા 6, 12 કે 18 મહિનાનો સમય લાગી જાય છે. જાે ખૂટતી માહિતી કે દસ્તાવેજાેમાં ક્યાંક કચાશ રહી જાય તો ન પણ મળે એવી સ્થિતી છે. આથી નિયમોને હળવા બનાવવા ખેડૂત પુત્ર હિત રક્ષક સમિતી કન્વિનર ભરતભાઇ લાડાણીએ માંગ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.