તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:પાદરડી ગામની ઘટનાના પગલે પોલીસ કર્મીઓને કાયમી બરતરફ કરવા માંગ

કેશોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદ અખિલ ભારતીય કોળી સમાજનું ડે કલેક્ટર, ડીવાયએસપીને આવેદન

કેશોદમાં અખિલ ભારતીય કાેળી સમાજના તાલુકાના આગેવાનો અને યુવકોએ મોટી સંખ્યામાં હાજર રહી બાઇક રેલી યોજી ડે. કલેક્ટર અને ડીવાયએસપીને આવેદન આપ્યું હતું. પોલીસ દમનગીરી કરનારા કર્મીને કાયમી બરતરફ કરવા માંગ કરી છે.

આવેદનમાં જણાવાયું કે દેશની રક્ષા કરતો સૈનિક જ્યારે સરહદ ઉપર છે. ત્યારે આપણે અને આપણો પરીવાર નિરાંતની ઉંઘ લઇ શકીએ છીએ. ત્યારે માણાવદરના પાદરડી ગામે જૂના પારીવારીક પ્રશ્ને ભારતીય સૈન્યમાં ચાલું ફરજ બજાવતાં આર્મીમેન કાનાભાઇ ગોવિંદભાઇ કેશવાલાને રાજકીય ઇશારે ફસાવી દઇ પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને લઇ આર્મીમેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ ઘટનાની નિંદા કરી આર્મીમેનને ન્યાય મળે તે માટે યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે અને જવાબદાર પોલીસ કર્મીઓને કાયમી ધોરણે બરતરફ કરાઇ તેવી માંગ કરી છે. આવેદન બાદ આગેવાનો અને યુવાનો પાદરડી ખાતે આર્મીમેનના ખબરઅંતર પુછવા પાદરડી રવાના થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...