તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મામલતદારને ફરીયાદ:મોટી ઘંસારી ગામે ગૌચરની 500 વિઘા જમીન ખુલ્લી કરાવવા માંગ

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાૈભક્તોની મુખ્ય મંત્રી, મહેસુલ વિભાગ, કલેક્ટર,મામલતદારને ફરીયાદ

કેશોદના મોટી ઘંસારી ગામે ગૌચરની 500 વિઘા જમીનમાં આસપાસના જમીનધારકો દ્વારા પેશકદમી કરવામાં આવી છે. તેવો આક્ષેપ કરી ગામલોકો અને ગૌભક્તોએ મામલતદારને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવ્યા અનુસાર જ્યારે પણ રખડતા ભટકતાં અબોલ પશુઓ પાકને ઘાસચારો સમજી પેશકદમી કરેલ ગૌચરની જમીનમાં પ્રવેશે કે તુરંત તેને દબાણકારો દ્વારા ખોરાકમાં દવા ભેળવી મારી નાખવામાં આવે છે. આવો જ એક વીડિયો પણ વાયરલ કર્યો હતો. જેમાં એક ગાય તરફડિયા મારતી હોય અને તેનું મોત નિપજ્યું હતું.

ગૌભક્તોએ આક્રોષ ઠાલવતા કહ્યું કે ગૌચરના દબાણકારો વિરૂધ લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી જમીન ખુલ્લી કરાવવા માંગ કરી હતી. આ બાબતે વૈભવ કનુભાઇ વેગડાની આગેવાની હેઠળ ગામલોકો અને ગૌભક્તોએ તલાટીમંત્રીને વારંવાર મૌખીક રજુઆતો કરી હોવા છતાં ગૌચર પરના દબાણ હટાવી જમીન ખુલ્લી કરવા પગલાં ન ભરાતાં મામલતદારને લેખિત ફરીયાદ કરવામાં આવી છે. જેની નકલ કલેક્ટર, મહેસુલ વિભાગ, મુખ્યમંત્રીને રવાના કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...